ચાંદીના ભાવમાં ₹2700નો ઉછાળો, સોનામાં પણ તેજી: ચાંદી 2 લાખને પાર કરી જાય તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં સોના-ચાંદીના ભાવોમાં ફરી એકવાર તોફાની તેજી જોવા મળી રહી છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (ખઈડ) પર કારોબાર શરૂ થતાની સાથે જ ચાંદીનો ભાવ નવો શિખર સર કરીને લાઇફ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો.
બુધવારે ખઈડ પર કારોબારની શરૂઆતમાં ચાંદીનો ભાવ તેના અગાઉના બંધ ભાવ ₹1,88,064 પ્રતિ કિલોગ્રામની તુલનામાં વધીને ₹1,88,959 પર ખૂલ્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ તે ₹2,735 ના વધારા સાથે ₹1,90,799 ની નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો. આ વધારા સાથે ચાંદીનો ભાવ હવે ₹2 લાખના આંકડાની ખૂબ નજીક પહોંચી ગયો છે. માત્ર આ સપ્તાહના બે કારોબારી દિવસોમાં જ ચાંદીના ભાવમાં લગભગ ₹10,000 પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે.
સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી છે, જોકે તે હજી પણ તેની સર્વકાલીન ઊંચી સપાટીથી ઘણું સસ્તું મળી રહ્યું છે. બુધવારે 5 ફેબ્રુઆરીની એક્સપાયરીવાળા સોનાનો વાયદા ભાવ ₹1,30,502 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. જોકે, તેની ઊંચી સપાટી ₹1,34,024 હતી, જેનાથી સોનું હજી પણ ₹3,522 પ્રતિ 10 ગ્રામ સસ્તું છે.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (ઈંઇઉંઅ)ની વેબસાઇટ પર ઘરેલું બજારમાં ચાંદીનો ભાવ મંગળવારની સાંજે ₹1,78,893 પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આ સપ્તાહે નરમ પડ્યો છે અને મંગળવારની સાંજે તે ઘટીને ₹1,27,974 પ્રતિ 10 ગ્રામ પર આવ્યો છે, જે શુક્રવારના બંધ ભાવ કરતાં ₹618 ઓછો છે.
એક અહેવાલ મુજબ, ચાંદીનો ભાવ જલ્દી જ ₹2 લાખ પ્રતિ કિલોગ્રામનો આંકડો પાર કરી શકે છે. ક્ધસલ્ટન્સી ફર્મે આ ઝડપી વૃદ્ધિ પાછળ નબળા અમેરિકી મેક્રો ઇકોનોમિક ડેટા, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની વધતી અપેક્ષાઓ અને વૈશ્ર્વિક ભંડારમાં ઘટાડાને મુખ્ય કારણો ગણાવ્યા છે.



