વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સિંધી સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
- Advertisement -
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરાયેલી હત્યાના ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં પાલીતાણામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સિંધી સમાજ દ્વારા મૌન રેલી યોજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલી દરમિયાન આરોપી તેમજ સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ કડક પગલાં લેવા માંગ ઉઠી હતી. યુવકના મોત બાદ લોકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી અને આવી દુ:ખદ ઘટના ફરી ક્યાંય ન બને તે માટે સરકાર તકેદારી રાખે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. આ મૌન રેલીમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.