ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જવાહર રોડ સ્થિત સુવર્ણ શિખર સ્વામીનારાયણ મંદિર દ્વારા ભવનાથમાં આવેલા નારાયણધરા ખાતે શિક્ષાપત્રીનું પુજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં શનિવારના દિવસે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. અનેક જગ્યાએ સમુહ લગ્નના આયોજન પણ થયા છે. આજનાં દિવસે એટલે કે વસંત પંચમીનાં ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હતી. શિક્ષાપત્રી લખ્યા બાદ 196 વર્ષ પહેલા ભવનાથ તળેટીમાં આવેલા નારાયણધરા ખાતે ભગવાન સ્વામીનારાયણે સ્નાન કર્યું હતું. ત્યારે આજે સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો દ્વારા નારાયણધરા ખાતે શિક્ષાપત્રીનું પુજન કરવામાં આવ્યું હતું.