ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ ભૂસ્ખલન
રસ્તા અને પુલની સ્થિતિ પણ કફોડી બની રહી છે
- Advertisement -
દુનિયા સાથે સંપર્ક સાધનાર એકમાત્ર તિસ્તા પુલને નુકશાન પહોંચ્યું
ગ્રામજનોની ચિંતામાં વધારો થયો
સિક્કિમમાં છેલ્લાં થોડા સમયથી સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યા છે, જેનાથી રસ્તા અને પુલની સ્થિતિ પણ કફોડી બની રહી છે. થોડા સમય પહેલાં જ ઉત્તર સિક્કિમની ઉપર ઢોંગુમાં રામોમ તિસ્તા પુલ પાસે ભૂસ્ખલન થયું હતું, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, સારા સમાચાર એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી અને લોકો સુરક્ષિત છે. જોકે, આ ભૂસ્ખલને રામોમ તિસ્તા પુલને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ પુલ ઢોંગુના લોકોનો બહારની દુનિયા સાથેનો એકમાત્ર સંપર્ક હતો. તેથી, હવે ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે.
- Advertisement -
શું હતી ઘટના?
સિક્કિમમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ ભૂસ્ખલન જોવા મળ્યું હતું. ઉત્તર સિક્કિમની ઉપર ઢોંગુમાં રામોમ તિસ્તા પુલ પાસે એક ભૂસ્ખલન થયું હતું. જેના કારણે પુલને નુકસાન થયું અને ઢોંગુ ગામનો પહાડની નીચેના લોકો સાથેનો એકમાત્ર સંપર્ક તૂટી ગયો છે. પુલને થયેલા નુકસાનના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી અને તમામ લોકો સુરક્ષિત છે.
રામોમ તિસ્તા પુલનું મહત્ત્વ
રામોમ તિસ્તા પુલ ઢોંગુ માટે એક લાઇફલાઇન છે. આ પુલ સ્થાનિક લોકોને મંગનસ ગંગટોક અને અન્ય શહેરોને જોડે છે. આ પુલ વિના ઢોંગુના ગ્રામજનો સંપૂર્ણ રીતે સંપર્કવિહોણા બન્યા છે. આ વિસ્તારમાં રસ્તાનો પહેલાંથી જ અભાવ હતો, હવે ભૂસ્ખલનના કારણે વૈકલ્પિક રસ્તા પણ બંધ થઈ ગયા છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષે સાંકાલંગ પુલના ક્ષતિગ્રસ્ત થવાના કારણે ઢોંગુનો વૈકલ્પિક રસ્તો પહેલાંથી જ બંધ છે. તેથી સ્થાનિક લોકો આ પુલ પર નિર્ભર હતા. જો આ પુલ પણ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, તો ન ફક્ત લોકોની અવર-જવર થંભી જશે. પરંતુ, જરૂરી સામાન જેમ કે, ભોજન દવા વગેરે પણ પહોંચી નહીં શકે.
સિક્કિમ સરકાર અને જિલ્લા તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રામોમ તિસ્તા પુલ પાસે ભૂસ્ખલન બાદ, તંત્રએ નુકસાનની આંકલન કરવાનું શરૂ કરી દીધું છે. કનેક્ટિવિટી પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય, NHPCને તિસ્તા નદીના પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે તિસ્તા ડેમ III અને IVના ગેટ ખોલી દીધા છે, જેથી જોખમને ઓછું કરી શકાય.