ભારત સાથે પેટ્રોલિયમ પરમાણું ઉર્જા સહિત ચાર ક્ષેત્રે સમજુતી કરાર
વડાપ્રધાન મોદીએ અબૂ ધાબીના વલી અહદ (યુવરાજ) શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે વ્યાપક ચર્ચા કરી અને બંને દેશોએ સમગ્ર રણનીતિક સંબંધોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતા ઉર્જા સહયોગ વધારવા માટે સોમવાચે ચાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. અબૂ ધાબી નેશનલ ઓઇલ કંપની અને ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે લાંબા સમય સુધી એલએનજી આપૂર્તિ માટે એક સમજૂતી અને એડીએઓસી અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ વચ્ચે એક સમજૂતી પણ તે ચાર સમજૂતીમાં સામેલ છે.
- Advertisement -
વિદેશ મંત્રાલય મુજબ, અમીરાત પરમાણુ ઉર્જા કંપની અને ન્યૂક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે પણ બારાકાહ પરમાણુ ઉર્જા સંયંત્રના સંચાલન અને જાળવણી માટે એક ડીલ સાઈન કરી છે. ચોથી સમજૂતી અબૂ ધાબી તટવર્તી બ્લોક-વન માટે ઉર્જા ભારત અને એડીએનઓસી વચ્ચે ઉત્પાદન ડીલ થઈ છે. ભારતમાં ફુડ પાર્ક સ્થાપિત કરવા ગુજરાત સરકાર અને અબૂ ધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની પીજેએસસી વચ્ચે એક અલગ સમજૂતી થઈ છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી છે તેમાં લખ્યું છે, ‘એક નજીકના મિત્રનું ઉષ્માભર્યું સ્વાગત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું હૈદરાબાદ હાઉસમાં સ્વાગત કર્યું.’
ઉલ્લેખનીય છે કે, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સત્તાવાર રીતે ભારતની મુલાકાતે આવ્યા છે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની આ પહેલી ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. મોદીને મળ્યા બાદ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ગાંધીજીના ઉપદેશો આપણને પ્રેરણા આપે છે. આ પછી તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા.