લોકજાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને નશાબંધી અને આબકારી કચેરીનાં સયુક્ત ઉપક્રમે ડો. સુભાષ મહિલા કોલેજ ખામધ્રોળ રોડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે નશાબંધી અને આબકારી કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી,કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધેલ હતો અને ત્યારબાદ નશાબંધી માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી બહુમાળી ભવન ખાતે સિગ્નેચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા વિભાગના અધિકારીઓએ સિગ્નેચર કેમ્પમાં ભાગ લીધો હતો.