જિલ્લા પંચાયત ચોક ખાતે NSUI-કોંગ્રેસનો વિરોધ, કોંગી કાર્યકરોની અટકાયત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં 150 કરોડની રકમના ઈ-મેમોના વિરોધમાં જિલ્લા પંચાયત ખાતે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા સહી ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભવનમાં બોર્ડ રાખીને મેમોના વિરોધમાં સહી કરવામાં આવી હતી. આ તકે આ તકે ગજઞઈંનાં આગેવાનો દ્વારા ભાજપ ઈ-મેમો મારફત ચૂંટણી ફંડ એકઠું કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, સહી ઝૂંબેશ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા પોલીસે 10 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. રોહિત રાજપુતે જણાવ્યું હતું કે, કોઈ પણ નવા નિયમો લાગુ કરતા પહેલા લોકોમાં જનજાગૃતિ થકી તેની સંપુર્ણ માહિતી મળવી જોઈએ. પરંતુ રાજકોટનો મોટાભાગનો વર્ગ હજુ ઈ-મેમોના નિયમો અંગે માહિતગાર નથી. માત્ર દંડો વસૂલવાથી લોકોમા સુધારો આવતો નથી.
- Advertisement -
રાજકોટનો એક પણ એવો રસ્તો નથી જ્યાં ખાડા નથી, ઢોરનો ત્રાસ, ગેરકાયદેસર દબાણ, ટ્રાફિક સમસ્યા રોજિંદી બની છે. જેનો ઉકેલ લાવવાનો બદલે દરરોજ લાખોના ઈ-મેમો તો ઈસ્યુ થાય જ છે. અગાઉ પણ કોંગ્રેસે ‘બોજમુક્ત રાજકોટ’ કાર્યક્રમ અંતર્ગત ગજઞઈં દ્વારા સાયકલ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું હતું.