હાઈકમાન્ડને મળ્યા બાદ નરમ વલણ : મુલાકાત બાદ સિદ્ધુએ કહ્યું તેમને પાર્ટીનો નિર્ણય મંજૂર
ખાસ-ખબર સંવાદદાતા
પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને આ વચ્ચે સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાછલ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા નવજોત સિંહ સિદ્ધત્પએ પંજાબ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું, પરંતુ એકવાર ફરી સિદ્ધુની ઘરવાપસી થઈ રહી છે.
હકીકતમાં પંજાબ કોંગ્રેસ એકમ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધત્પ ગુવારે પ્રથમવાર પાર્ટી મુખ્યાલય પહોંચ્યા અને તેમણે સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને પંજાબ પ્રભારી હરીશ રાવત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હરીશ રાવતે સ્પષ્ટ્ર કર્યુ કે સિદ્ધુ જ પંજાબ કોંગ્રેસની કમાન સંભાળતા રહેશે.
- Advertisement -
આ મુલાકાત બાદ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ કે, મેં પંજાબ અને પંજાબ કોંગ્રેસ પ્રત્યે જે મુદ્દા હતા તે પાર્ટી હાઈકમાન્ડને જણાવ્યા છે અને મને વિશ્વાસ છે કે જે પણ નિર્ણય લેશે તે પંજાબના હિતમાં હશે. તેને સર્વસ્વ માનુ છું.
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે હરીશ રાવતે સ્પષ્ટ્રતા કરી કે, ’સિદ્ધત્પ કહે છે કે હાઈકમાન્ડનો આદેશ તેમના દ્રારા સ્વીકારવામાં આવશે અને આદેશ એ છે કે તેમણે પંજાબ કોંગ્રેસનું કામ સંપૂર્ણ તાકાતથી સંભાળવું જોઈએ અને સંગઠનને મજબૂત બનાવવું જોઈએ. શુક્રવારે આ બાબતે મોટી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. આ સિવાય હરીશ રાવતે કહ્યું કે ’પાર્ટીમાં બધું થાય છે, વાતો થતી રહે છે’. અત્યારે કોઈ સમસ્યા નથી, ચન્ની અને સિદ્ધત્પએ વાત કરી છે. આ મુદ્દા પર કોઈ રસ્તો નિકળશે.



