રાજકોટની મેટોડા સ્થિત કંપની EPP કમ્પોઝિટ્સ પ્રા.લિ. વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને અરજી
ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ.નાં ચેરમેન સિદ્ધાર્થ શાહ અને મેનેજીંગ ડિરેક્ટર જયરાજ શાહ અને કર્મચારી ભાવેશ મહેતાની ગુંડાઓને પણ શરમાવે એવી ગુંડાગીરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં કાલાવાડ રોડ, મેટોડા સ્થિત કંપની ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ.નાં ચેરમેન સિદ્ધાર્થ શાહ અને મેનેજીંગ ડિરેક્ટર જયરાજ શાહ વિરુદ્ધ એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીનાં શબ્બીરખાન રાઠોડે રાજકોટ જિલ્લા પોલીસ વડાને અરજી આપી છે, આ અરજી મુજબ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીએ બિરલા ગ્રાફીક્સ વિલાયત પ્રોજેક્ટ (ભરૂચ) અંતર્ગત એસ.એસ. ક્રેન સર્વિસ કંપની પાસેથી ક્રેન સર્વિસ ભાડાકરાર પર લઈ લીધા બાદ ક્રેન સર્વિસનાં નક્કી કરેલા ભાડાની રકમ ન ચૂકવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. એસ.એસ. ક્રેન સર્વિસનો ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપની સાથે લીગલ કોન્ટ્રાક્ટ થયેલો હતો જે કોન્ટ્રાક્ટ હેઠળ એસ.એસ. ક્રેન સર્વિસ દ્વારા 23 ટન ફરાનાની સર્વિસ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીને આપવામાં આવી હતી. ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. તરફથી મળેલા વર્કઓર્ડર મુજબ એસ.એસ. ક્રેન સર્વિસે પોતાનું કામ શરૂ કરી દીધેલું હતું.
|
- Advertisement -
EPP કમ્પોઝિટ્સએ જજ ક્રેનને 15 દિવસમાં ક્રેનનું ભાડું ચૂકવી આપશે એવો કોન્ટ્રાક્ટ કરી અંતે ધૂમ્બો માર્યો.
એસ.એસ. ક્રેન સર્વિસ પાસે ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. વિરુદ્ધ કોન્ટ્રાક્ટ પેપર, બેંક સ્ટેટમેન્ટ, કોલ રેકોર્ડિંગ સહિતનાં તમામ પૂરાવાકામ પૂર્ણ થયા બાદ 15 દિવસમાં ભાડાની રકમ ચૂકવી દેવાનો કોન્ટ્રાક્ટ લેખિત અને મેઈલ દ્વારા તેમજ રૂબરૂમાં મૌખિક પણ નક્કી કરવામાં આવેલો હતો પરંતુ મહિનાઓ બાદ પણ આજ સુધી ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ.એ એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીને ક્રેન સર્વિસના ભાડાની પૂરી રકમ ચૂકવતા રાજકોટનાં મેટોડા સ્થિત કંપની ઈપીપી કમ્પોઝિટ્સ વિરુદ્ધ ઠગાઈની અરજી રાજકોટ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં એસ.એસ. ક્રેન સર્વિસ દ્વારા કરવામાં આવી છે. ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપની અને એસ.એસ. ક્રેન સર્વિસ કંપની વચ્ચે નિયત થયેલા કોન્ટ્રાક્ટ મુજબ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીનું કામ એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીએ તારીખ 2-4-2021થી શરૂ કરીને તા. 26-7-2021 સુધીમાં પૂર્ણ કરી આપેલું હતું. જેની કુલ રકમ જી.એસ.ટી. સાથે રૂા. 7,58,512/- થાય છે. કામ પૂર્ણ થયા બાદ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીમાં એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીએ જી.એસ.ટી. સહિતનું બિલ રજૂ કરેલુ હતું. આ બિલ રજૂ થયા બાદ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીએ બિલની રકમ ચૂકવવામાં આનાકાની શરૂ કરી હતી અને એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીને ટુકડે-ટુકડે 4,68,043/- ચૂકવ્યા હતા. એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીને ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપની પાસેથી હજુ 2,90,469 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા પરંતુ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીએ એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીને બિલની બાકી રકમ ન આપતા અંતે એસ.એસ. ક્રેન સર્વિસે ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીનાં ચેરમેન સિદ્ધાર્થ શાહ અને મેનેજીંગ ડિરેક્ટર જયરાજ શાહ અને કર્મચારી ભાવેશ મહેતા વિરુદ્ધ રાજકોટ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અરજી કરી છે. એસ.એસ. ક્રેન સર્વિસ પાસે ઈપીપી કંપની સાથેનો કોન્ટ્રાક્ટ, બેંક સ્ટેટમેન્ટ અને કોલ રેકોર્ડીંગ સહિતનાં પુરાવાઓ છે.
સિદ્ધાર્થ, જયરાજ અને ભાવેશે 3 લાખનો ચૂનો ચોપડી દીધો !
રાજકોટનાં મેટોડા સ્થિત કંપની ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીએ એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીને આશરે 3 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યા બાદ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીના માણસોએ એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીનાં ફોન મહિનાઓથી ઉપાડવાના બંધ કરી દીધા હતા, એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીએ હજારો વાર ફોન કર્યા બાદ પણ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીએ કોઈ જ જવાબ આપ્યો નહતો. છેલ્લા એકાદ મહિનામાં એસ.એસ. ક્રેન સર્વિસ કંપની દ્વારા કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીનાં જવાબદાર કર્મચારીઓને અલગ-અલગ નંબરમાંથી ફોન કરતાં તેઓએ કહ્યું હતું કે પેમેન્ટનું કામ ભાવેશ મહેતા સંભાળે છે તેમને ફોન કરવાનો અમે તમને જવાબ આપવાનો ઠેકો નથી લીધો. એસ.એસ. ક્રેન સર્વિસ કંપની દ્વારા ભાવેશ મહેતાને ઘણાં કોલ કરવામાં આવ્યા હતા પણ શરુઆતમાં તેણે ફોન રિસિવ નહોતા કર્યા અને બાદમાં આડાઅવળા ધમકીભર્યા જવાબો આપી ભાવેશ મહેતા સાથે ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ. કંપનીના માલિકો સિદ્ધાર્થ શાહ અને જયરાજ શાહે હાથ ઊંચા કરી દીધા છે.
ભાવેશ મહેતાએ કીધું, લીગલ કરવું હોય તો કરી લ્યો…
એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીએ ઈપીપી કમ્પોઝિટ્સ પ્રા.લિ.માં એકાઉન્ટનું કામ સંભાળતા ભાવેશ મહેતા પાસે બિલની બાકી રકમ વસૂલવા ફોન કર્યા હતા, જેમાં ભાવેશ મહેતાએ દાદાગીરીપૂર્વક કહી આપ્યું હતું કે, પેમેન્ટ નથી. તમારે લીગલ કરવું હોય તો લીગલ કરી લ્યો, પછી હું જોઈ લઈશ કહી એસ.એસ. ક્રેન સર્વિસ કંપનીના માણસોને આડકતરી ધમકી આપી હતી જેનું કોલ રેકોર્ડિંગ પણ એસ.એસ. ક્રેન સર્વિસ કંપની પાસે છે. જે જરૂર જણાયે આગામી દિવસોમાં મીડિયામાં રજૂ કરવામાં આવશે.