પ્રેમનાં આ દિવસે નવદંપતિ સ્ટાર કપલ કિઆરા અને સિદ્ધાર્થે પોતાની ક્યૂટ ફોટોઝ ફેન્સ સાથે શેર કરી હતી જેના પર લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે.
વેલેન્ટાઈન ડે પર બોલિવૂડ સેલેબ્સ તેમના લવેબલ પાર્ટનર્સ સાથે તસવીરો શેર કરી રહ્યા છે. આ દિવસે નવદંપતિ સ્ટાર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીએ પણ પોતાની સુંદર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં કપલનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહી છે.
- Advertisement -
પીળા રંગનાં કપડામાં શોભ્યું કપલ
7 ફેબ્રુઆરી 2023ના રોજ સિદ્ધાર્થ-કિઆરા લગ્નના બંધનમાં બંધાયા હતા. હાલમાં જ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પણ યોજ્યું હતું જેમાં ઘણા બોલીવૂડ સ્ટાર્સ પહોંચ્યાં હતા. હવે ચાહકો માટે કપલે પોતાની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બંને એકબીજાને પ્રેમથી જોતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર અને ખુશ દેખાઈ રહ્યાં છે. કિઆરા સિલ્વર અને યલ્લો લહેંઘામાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તો બીજી તરફ સિદ્ધાર્થ પણ યલ્લો કુર્તામાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.
ફેન્સે વરસાવ્યો પ્રેમ
કિઆરાએ સિદ્ધાર્થ સાથે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતા તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. આ કપલના ચાહકો તેમની તસવીરોની રાહ જોઈ રહ્યાં હતાં. કારણ કે લગ્ન બાદ આ કપલે ઘણી તસવીરો શેર નથી કરી. છેલ્લા કેટલાક સમયથી આ કપલ ખૂબ જ વ્યસ્ત રહ્યું છે. લગ્ન પછી બેક-ટુ-બેક ફંક્શન્સમાં હાજરી આપી છે. મુંબઈ રિસેપ્શનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
- Advertisement -
View this post on Instagram
કેપ્શનમાં લખ્યું,’પ્યાર કા રંગ ચડા હૈ’
આ નવદંપતિએ પોતાની પ્રેમભરી તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી ત્યારે તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘પ્યાર કા રંગ ચડા હૈ’. આ સુંદર ફોટોઝ પર મનીષ મલહોત્રા સહિત અનેક સ્ટાર સેલિબ્રિટિઝે કમેન્ટ્સ કરી હતી.
4 વર્ષ પહેલાં મળ્યાં હતાં એક પાર્ટીમાં
બોલિવૂડમાં આ દિવસોમાં સિદ્ધાર્થ-કિઆરાની લવસ્ટોરીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. અંદાજે 4 વર્ષ પહેલા બંને એક પાર્ટીમાં મળ્યા હતા. ત્યારબાદ 2019 માં બંને એકબીજાને ડેટ કરતા હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. શેરશાહની આ હિટ જોડી હાલમાં જ 7 ફેબ્રુઆરીએ સાત જન્મોના બંધનમાં બંધાઈ ગઈ છે.