કેનેડાના ઓન્ટારિયો પ્રદેશના ડરહામ વિસ્તારમાં પોલીસ ત્રણ હિન્દુ મંદિરોમાં ચોરી કરનાર અને દાન પેટીઓની ચોરી કરનાર શંકાસ્પદને શોધી રહી છે. ડરહામ પોલીસ વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પુરૂષ આરોપીએ રવિવારે પીકરિંગમાં બેઈલી સ્ટ્રીટ અને ક્રોર્નો બુલેવાર્ડ વિસ્તારમાં મંદિરમાં ઘુસી ગયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, તે વાદળી સર્જિકલ માસ્ક, ચુસ્ત-ઝિપ હૂડ સાથેનું કાળું પફી જેકેટ, લીલું ’કેમો’ કાર્ગો પેન્ટ અને લીલા રનિંગ શૂઝ પહેરેલો જોવા મળ્યો હતો. મંદિરમાં ઘુસીને દાનપેટીઓમાંથી રોકડની ચોરી કરી હતી.
- Advertisement -
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, આરોપીઓ રવિવારે રાત્રે લગભગ 12.45 વાગ્યે મંદિરમાં ઘૂસ્યા હતા અને દાનપેટીઓમાંથી રોકડની ચોરી કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ આરોપી પહેલા જ નાસી ગયો હતો.
આ ચોરીને અંજામ આપ્યા બાદ, સવારે લગભગ 1:30 વાગ્યે, પશ્ચિમ વિભાગના સભ્યોએ પોલીસને એક વ્યક્તિ વિશે પોલીસને જાણ કરી જે પીકરિંગના બ્રોક રોડ અને ડર્સન સ્ટ્રીટ વિસ્તારમાં મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
મંદિર સાથે જોડાયેલા એક વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે આરોપીઓએ બારી તોડીને દાન પેટી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તે દાનપેટીની ચોરી કરી શક્યો નહોતો. ત્રીજું મંદિર પણ તોડ્યું હતું.
- Advertisement -