GCAS, મોડા પરિણામ, કોલેજોના પ્રોફેસરોની ગાઈડશીપ, Ph.Dની બેઠકો વધારવા સહિતની માગ
નિષ્ફળ કુલપતિ રાજીનામું આપો… સૌ. યુનિવર્સિટી હાય..હાય…
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત શિક્ષણ બચાવો આંદોલનનો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભ થયો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો. ઈન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં 500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં એક કલાક સુધી ધરણા કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલપતિ ડો. ઉત્પલ જોશી પોતે આવેદન સ્વીકારવા માટે આવ્યા હતા જોકે આ દરમિયાન પાછળથી ગજઞઈંના કાર્યકર્તાઓએ મુખ્ય બિલ્ડિંગના ગેટમાં અંદર પ્રવેશવાનો બળજબરીથી પ્રયાસ કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને તેને કારણે મુખ્ય દરવાજાનો કાચ તૂટી ગયો હતો અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ કર્મીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતુ. જેથી પોલીસે કોંગ્રેસ અને ગજઞઈંના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ગુજરાતના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ કોંગ્રેસ દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે. રાજ્યમાં આવેલી ખાનગી યુનિવર્સિટીઓ કે જે ભૂતિયા યુનિવર્સિટીઓ છે. જ્યાં એડમિશન લો અને ડિગ્રી લઈ જાઓ તે પ્રકારની પ્રક્રિયા ચાલે છે અને તેનાથી સરકારી યુનિવર્સિટીઓને ખતમ કરવાનું કામ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 કરોડનો હોલ 10 વર્ષે પણ તૈયાર થતો નથી. દાતાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જમીન મળેલી છે પરંતુ તેની આજુબાજુ અસામાજિક તત્વોનું દબાણ જોવા મળે છે. કેમ્પસની આજુબાજુ ડ્રગ્સ જેવા દૂષણોનો કાળો કારોબાર ચાલે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને ડિગ્રીમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કાયમી ભરતીના બદલે કોન્ટ્રાક આધારિત ભરતી કરવામાં આવે છે જેને વિષયનું કોઈ જ યાદ હોતું નથી જેને કારણે પરીક્ષાના પરિણામ મોડા જાહેર થાય છે અને અનેક છબરડાઓ સામે આવે છે.
કોંગ્રેસના નેતાઓ દ્વારા બિલ્ડીંગમાં ઘૂસવાનો પ્રયાસ, ઘર્ષણ થતા કાચ તૂટ્યો
- Advertisement -
વિરોધ દરમિયાન કોંગ્રેસના અમુક નેતાઓ દ્વારા બળજબરીથી યુનિવર્સિટીના બિલ્ડીંગમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન કાચ તૂટ્યો હતો. જેમાં સરકારી સંપત્તિને નુકસાન પહોંચવા બાબતે પોલીસ કેસ કરવો કે કેમ તે બાબતે હવે વિચાર કરવામાં આવશે.



