ખાસ-ખબર સંવાદદાતા
મથુરાની સ્થાનિક અદાલતે શનિવારે આ વિવાદ અંગે હિન્દુ સેનાના દાવા પર ઈદગાહના અમીન સર્વેનો રિપોર્ટ 20 જાન્યુઆરીએ મંગાવ્યો છે. કોર્ટે આ મામલે સુનાવણી માટે આગામી તારીખ 20 જાન્યુઆરી નક્કી કરી છે. મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થાન-શાહી મસ્જિદ ઇદગાહ કેસમાં મુસ્લિમ પક્ષ ઇદગાહના અમીન સર્વે માટે સ્થાનિક કોર્ટના આદેશ પર પોતાનો વાંધો નોંધાવશે. શાહી મસ્જિદ ઇદગાહ વ્યવસ્થા સમિતિના સેક્રેટરી અને એડવોકેટ તનવીર અહેમદે આ વાતની પુષ્ટિ કરી છે. તનવીર અહેમદે રવિવારે કહ્યું કે, તેઓ 20 જાન્યુઆરીએ સર્વેના આદેશ સામે વાંધો નોંધાવશે. તમને જણાવી દઈએ કે મથુરાની સ્થાનિક અદાલતે શનિવારે આ વિવાદ અંગે હિન્દુ સેનાના દાવા પર ઈદગાહના અમીન સર્વેનો રિપોર્ટ 20 જાન્યુઆરીએ મંગાવ્યો છે. કોર્ટે આ મામલે સુનાવણી માટે આગામી તારીખ 20 જાન્યુઆરી નક્કી કરી છે. અમીનને તે પહેલા કોર્ટમાં સંબંધિત રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.