વિરાણી હાઈસ્કૂલ મેદાનથી 27 તારીખના રોજ ભવ્ય પોથીયાત્રા નીકળશે: હાથી, ઊંટગાડી, બળદગાડી, બુલેટ-બાઈક, બગી, નાસિક ઢોલ, આફ્રિકન સીદી ધમાલ બનશે આકર્ષણનું કેન્દ્ર
રેસકોર્સ ગ્રાઉન્ડ બનશે ભવ્ય સાળંગપુરધામ, કથામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શ્રોતાગણને
તરબોળ કરશે
- Advertisement -
કથાનો પ્રારંભ રોજ રાષ્ટ્રગીત જન ગણ મન સાથે થશે જ્યારે પૂર્ણાહુતિ વંદેમાતરમ્ ગીત સાથે થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કળિયુગના હાજરાહજૂર દેવ શ્રી હનુમાનજી મહારાજની રાજકોટ શહેરમાં ફરી એક વખત શ્રી હનુમાનચાલીસા યુવા કથાનું આયોજન તા. 27 ડિસેમ્બર 2025થી તા. 2 જાન્યુઆરી 2026 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે, જેમાં સાળંગપુરધામના પ.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી તેમના મુખેથી શ્રોતાગણોને હનુમાનચાલીસા યુવા કથાનું રસપાન કરાવશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં શ્રી હનુમાનચાલીસા યુવા કથાનો પ્રારંભ થશે. કથાના પ્રારંભ પૂર્વે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી બપોરે 2 વાગ્યે પોથીયાત્રાનો પ્રારંભ થશે તેમજ સંતો-મહંતોનું સામૈયુ કરવામાં આવશે. તા. 27 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી આ શ્રી હનુમાનચાલીસા યુવા કથાનો પ્રારંભ સાંજે 8-30 કલાકથી રાત્રિના 11-30 કલાક સુધીનો રહેશે. જેમાં વ્યાસપીઠે સાળંગપુરધામના પ.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજી શ્રોતાગણોને કથાનું રસપાન કરાવશે તેમજ કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. યુવાનો તથા શ્રોતાગણોમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત ‘જન ગણ મન…’ ગાઈને કરવામાં આવશે તેમજ પૂર્ણાહુતિમાં ‘વંદે માતરમ્’ ગીત ગાવામાં આવશે. આ કથા 2 જાન્યુઆરી 2026ના રોજ વિરામ લેશે. શ્રી હનુમાનચાલીસા યુવા કથામાં રાજકોટની જનતાને પધારવા માટે શ્રી હનુમાનચાલીસા યુવા કથા સમિતિ, રાજકોટ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ સેવા અને વધુ સંપર્ક માટે મોબાઈલ નંબર 7016284576 અને 9033982489 ઉપર સંપર્ક સાધી શકાશે.
- Advertisement -
રેસકોર્સ ગ્રાઉન્ડ કથા સ્થળે સાળંગપુરધામની અનૂભૂતિ કરાવશે મંદિર
શ્રી હનુમાનચાલીસા યુવા કથાની વિશેષતાની વાત કરીએ તો રેસકોર્સમાં આવેલા કથા સ્થળે મેઈન સ્ટેજ વિશાળ રહેશે તેમજ સ્ટેજ બે વિશાળ એલઈડી સ્ક્રીન લગાવાશે. સ્ટેજની એક તરફ રાષ્ટ્ર ધ્વજ અને બીજી તરફ ધર્મધ્વજ રહેશે. કથા સ્થળ ઉપર મધ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરની અભિભૂતિ કરાવતું મંદિર બનાવાશે. આ ઉપરાંત શ્રોતાગણો માટે 1220 ફૂટની 8 જેટલી વિશાળ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવશે.
કથા શ્રવણ કરવા આવતા ભક્તોને રોજ પ્રસાદી અપાશે
શ્રી હનુમાનચાલીસા યુવા કથામાં દરરોજ 50 હજાર કરતાં પણ વધારે શ્રોતાગણો પધારવાના છે ત્યારે શ્રોતાગણો તથા તેમના સ્વજનોને દરરોજ પ્રસાદ આપવામાં આવશે. કથાના દિવસો દરમિયાન આવનારા તમામ શ્રોતાગણોને આપવામાં આવશે.
સ્ટેજની એક બાજુ રાષ્ટ્રધ્વજ અને બીજી બાજુ ધર્મધ્વજ લહેરાશે



