ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ગાયત્રી પરિવાર હરિદ્વાર દ્વારા લેવામાં આવેલ હતી. જેમાં ભારતીય સંસ્કૃતિ વિષે જ્ઞાનવર્ધક પરીક્ષા હોય છે. આ પરીક્ષામાં સમગ્ર રાજુલા તાલુકામાં તૃતીય ક્રમ શ્રેય અનિલભાઈ જોશીએ પ્રાપ્ત કર્યો હતો. તૃતીય ક્રમ પ્રાપ્ત કરતા શ્રેય જોશીએ સમગ્ર શાળા તથા પરીવારનુ ગૌરવ વધાર્યું હતું. અને શાળા પરિવાર તેમજ સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યાં હતાં. ઉપરાંત જિલ્લા કક્ષાએ ભાગ લેવા આગામી તારીખ 1 ડિસેમ્બર ના રોજ ચલાલા મુકામે જશે. શ્રેય અનિલભાઈ જોશી ગત વર્ષે પણ રાજુલા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. સમગ્ર ગાયત્રી પરિવાર ટીમ દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા છે..