ચોકીદાર મારવાડી દંપતીને ફટકારી, ચારેય લૂંટારાઓએ પહેલા એડમીન ઓફિસમાં ઘુસી 60 હજારના ત્રણ લેપટોપ લૂંટયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ભાગોળે ઘંટેશ્વર કેમ્પ નજીક વેજાગામ વાજડીમાં રાતે બે વાગ્યે ચડ્ડી બનિયાન ગેંગ ચાર લૂંટારૂ તપસ્વી સ્કૂલમાં ત્રાટકી એડમીન ઓફિસમાંથી ત્રણ લેપટોપની લૂંટ કરી બાદમાં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી ચોકીદારની રૂમનો દરવાજાને ધક્કા મારી અંદર ઘુસી જઇ મુળ રાજસ્થાનના ચોકીદાર યુવાન તથા તેની પત્ની પર પાઇપ, છરી, કાતરથી હુમલો કરી ચોકીદારના ગળે છરી મુકી દઇ તારી પત્નીના દાગીના આપી દે નહિતર તેને મારી નાંખશુ તેમ કહી ધમકાવી સોનાની દસ હજારની બુટી મળી કુલ 70 હજારની લૂંટ કરી ભાગી જતાં સનસનાટી મચી ગઇ છે. છેલ્લા દોઢેક મહિનાથી લૂંટારૂ, તસ્કર ટોળકી શહેરને આ રીતે ધમરોળી રહી છે. વધુ એક વખત પોલીસ સામે પડકાર ફેંકાયો છે.
- Advertisement -
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી. એન. મહિડા, રાઇટર લક્ષમણભાઇ મકવાણા અને ડી. સ્ટાફ પીએસઆઇ બી. વી. ઝાલા તથા ટીમે ઘટના સ્થળે પહોંચી ચોકીદાર લલીત રાઠોડ (મારવાડી)ની ફરિયા લેવાઈ છે. સ્કૂલમાં પહેરી એડમીન ઓફિસમાં ઘુસી ખાના તોડી ત્રણ લેપટોપ તથા બાદમાં ચોકીદાર અને તેના પત્ની પર હુમલો કરી સોનાની બૂટી લૂંટી જવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.