એક અમેરિકન વકીલે દાવો કર્યો છે કે વિમાનમાં પાણી લીક થવાને કારણે શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે આ અકસ્માત થયો હતો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
12 જૂને ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ફલાઇટમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. અકસ્માત પછી, ઘણા પ્રશ્ર્નો ઉભા થયા હતા. સમગ્ર અકસ્માત માટે પાઇલટ્સને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. હવે આ કેસમાં, અમેરિકામાં વરિષ્ઠ વકીલ માઇક એન્ડ્રુઝે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ સમગ્ર અકસ્માત શોર્ટ સર્કિટને કારણે થયો હતો.
તેમણે પાઇલટને નિર્દોષ ગણાવ્યો છે અને બ્લેક બોક્સ ડેટાની માંગણી કરી છે. આ દાવો યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (ઋઅઅ) ની માર્ગદર્શિકા પર આધારિત છે, જેણે સમાન લીકને કારણે શોર્ટ સર્કિટના કેસ નોંધ્યા છે. વકીલે હવાઈ દુર્ઘટના માટે પાઇલટને દોષી ઠેરવ્યો નથી.
એર ઇન્ડિયા ક્રેશના મોટાભાગના પીડિતોના પરિવારોનો કેસ લડી રહેલા અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે યુએસ કાયદા હેઠળ વિમાન દુર્ઘટનાના ફલાઇટ ડેટા રેકોર્ડર (ઋઉછ)ની માંગણી કરતી અરજી દાખલ કરી છે. એન્ડ્રુઝે નવા પુરાવાના આધારે દાવો કર્યો છે કે શોર્ટ સર્કિટ વિમાનમાં પાણીના લીકેજને કારણે થયો હતો અને તેમાં પાઇલટનો કોઈ વાંક નહોતો. એન્ડ્રુઝે દાવો કર્યો છે કે શોર્ટ સર્કિટને કારણે ફયુઅલ સ્વીચ આપમેળે બંધ થઈ ગયો હોત. અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે તેમના દાવામાં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (ઋઅઅ) ની ફલાઇટ સૂચનાઓનો ઉલ્લેખ કર્યો છે. એન્ડ્રુઝે કહ્યું કે 14 મે, 2025 ના રોજ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા જારી કરાયેલ સૂચનાઓમાં જણાવાયું છે કે વિમાનના વોટર લાઇન કપલિંગમાં પાણીના લીકેજના ઘણા કિસ્સાઓ બન્યા છે. સૂચનાઓમાં ચેતવણી આપવામાં આવી હતી કે પાણીના લીકેજથી વિમાનના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ભેજ પ્રવેશી શકે છે.
ઋઅઅ અનુસાર, આ પાણીના લીકેજથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ભીના થઈ શકે છે અને શોર્ટ સર્કિટ થઈ શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને તેની સૂચનાઓમાં બોઇંગ કંપનીના કેટલાક બોઇંગ મોડેલના વિમાનો જેમ કે 787-8, 787-9, 787-10નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. અકસ્મા%A