અમેરિકાના નોર્થ સાઉથ કેરોલિના (North Carolina)માં રવિવારે રાત્રે એક ઘરમાં થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
અમેરિકાના નોર્થ સાઉથ કેરોલિનામાં રવિવારે રાત્રે એક ઘરમાં થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.સ્પાર્ટનબર્ગ કાઉન્ટીના કોરોનર રસ્ટી ક્લેવેન્જરે એક નિવેદનમાં જણાવ્યું કે, સ્પાર્ટનબર્ગ કાઉન્ટીના ડેપ્યુટી અને ઈમરજન્સી કર્મચારીઓને ઈનમાનમાં એક ઘરમાંથી 4 લોકો મૃત મળી આવ્યા હતા. જેઓને ગોળી વાગેલી હતી.
- Advertisement -
4 લોકોના ઘટનાસ્થળે જ મોત
સાઉથ કોરોલિનાના કોલંબિયાથી ઇનમાન લગભગ 160 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને પાંચમાનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું.
ગોળીબાર વિશે કોઈ વધારાની માહિતી જાહેર કરશે નહીં
સ્પાર્ટનબર્ગ કાઉન્ટીના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, જ્યાં સુધી કોરોનર માર્યા ગયેલા લોકોની ઓળખ ન કરી લે અને તેમના પરિવારોને જાણ ન કરે ત્યાં સુધી તેઓ ગોળીબાર વિશે કોઈ વધારાની માહિતી જાહેર કરશે નહીં.
અમેરિકાઃ ફ્લોરિડામાં નાઈટ ક્લબમાં ગોળીબાર
તો અમેરિકામાં ફ્લોરિડાના ટેમ્પા શહેરમાંથી ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, આ ઘટનામાં ગોળી વાગવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે છ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ગોળીબાર શનિવાર-રવિવાર (8-9 ઓક્ટોબર)ની વચ્ચેની રાત્રે સ્થાનિક સમય અનુસાર 3 વાગ્યે થયો હતો.
- Advertisement -
બાર લોન્જની અંદર બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ
ટેમ્પા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાર લોન્જની અંદર બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ક્લબમાં ઝપાઝપીમાં સામેલ લોકો વચ્ચેનો વિવાદ એટલો ગરમાયો કે તેઓએ એકબીજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.