અમેરિકાના મેક્સિકો બાદ હવે ફ્લોરિડાના ટામ્પા સિટીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયગાળાથી શહેરમાં રોજેરોજ એક પછી એક ગોળીબારના કારણે ભયનો માહોલ સર્જાયો છે. રવિવારે વહેલી સવારે એક બારની બહાર થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું પણ મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા.
રાતે 3 વાગે થયો ગોળીબાર
ટામ્પા પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર ફ્રેન્કલિન સ્ટ્રીટ (North Franklin Street) પર એલઆઈટી સિગાર (LIT Cigar) અને માર્ટિની લાઉન્જની બહાર રવિવારે સવારે 3 વાગ્યે ગોળીબાર થયો હતો.
- Advertisement -
1 વ્યક્તિનું મોત
એવું કહેવાય છે કે ક્લબની અંદર બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે છ ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે રવિવાર બપોર સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ ન હતી.
મૃતક કેલિફોર્નિયા હોવાનું ખુલ્યું
- Advertisement -
આપને જણાવી દઈએ કે મૃત્યુ પામનાર વ્યક્તિ કેલિફોર્નિયાનો રહેવાસી હતો અને લગ્ન માટે ટામ્પામાં જઈ રહ્યો હતો. આ સિવાય અન્ય છ ઘાયલોમાં ચાર પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે, જેમની સારવાર વિસ્તારની હોસ્પિટલમાં ચાલી રહી છે.
થોડા સમય પહેલા પણ બની હતી ફાયરિંગની ઘટના
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા અમેરિકાના મેક્સિકોના સેન મિગુએલ ટોટોલાપન શહેરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ફાયરિંગમાં શહેરના મેયર સહિત ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, શહેરના સિટી હોલમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક હથિયારધારીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
સતત ત્રીજી ઘટના
ઘણા પોલીસ અધિકારીઓ પણ ગોળીઓનો શિકાર બન્યા હતા. કાર્યક્રમમાં ઓછામાં ઓછા 200 લોકો હાજર હતા. છેલ્લા કેટલાક મહિનામાં ગોળીબારની આ ત્રીજી ઘટના હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાયો છે.