– પોલીસે આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી
યૂરોપીય દેશ બેલ્જિયમમાં સંદિગ્ધ આતંકી હુમલો થયો છે. સંદિગ્ધ આતંકીઓની રાજધાની બ્રસેલ્સના મધ્ય વિસ્તરમાં ગોળીબારી થઇ, જેમાં 2 લોકોની મોત થઇ. બેલ્જિયમના વડાપ્રધાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરી તેમજ યૂરોપીયન યૂનીયનની અધ્યક્ષે પણ સંવેદના વ્યક્ત કરી છે.
- Advertisement -
મીડિયા રિપોર્ટસ અનુસાર, પોલીસે જણાવ્યું કે, ગોળીબારીમાં માર્યા ગયેલા બે લોકો સ્વીડિશ નાગરીકો હતા. આરોપી હજુ સુધી પોલીસની ધરપકડથી બહાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. ગોળીબારી થયા પછી બોલ્જિયમના વડાપ્રધાન એલેક્ઝેંડર ડી ક્રૂના મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, તેમણે કહ્યું કે, કાયરતાપૂર્વક હુમલાનો ભોગ બનનાર પીડિતના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. હું સ્થિતિને ઘણી નજીકથી જોઇ રહ્યો છું. તેમણે બ્રસેલ્સના લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું.
ઇયૂના અધ્યક્ષે સંવેદના વ્યક્ત કરી
યૂરોપિયન યૂનિયનની અધ્યક્ષ અર્સુલા વોન ડેર લેયેનએ પણ આ કેસમાં પ્રતિક્રિયા આપી. તેમણે હુમલાને કાયરતાપૂર્વકની હરકત ગણાવી હતી. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, હું સ્વીડિશ પીએમ અને સ્વીડિશ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. આ કઠિન સમયમાં મારી સંવેદના તમારી સાથે છે.