ફિલાડેલ્ફિયામાં ગઈકાલે રાત્રે ઘટના બની
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમેરિકાના ફિલાડેલ્ફિયાના દક્ષિણપશ્ર્ચિમમાં આવેલા કિંગેસિંગ વિભાગમાં ગઈકાલે રાત્રે ગોળીબારની ઘટના બની હતી જેમા ચાર લોકોના મોત થયાના સમાચાર છે જ્યારે ચાર ઘાયલ થયા છે.
- Advertisement -
અમેરિકાના ફિલાડેલ્ફિયાના કિંગ્સવિંગમાં ગઈકાલે રાત્રે સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે. ફિલાડેલ્ફિયામાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. જેમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટનામાં એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાંથી 4 લોકોના મોત થયા છે. સુત્રોનામાંથી મળતી માહિતી મુજબ ગોળીબારની ઘટનામાં 6 પુખ્ત અને 2 કિશોરોને ગોળી વાગી હતી.
આ ઘટના અમેરિકાના સ્વતંત્રતા દિવસ પહેલા બની હતી. અમેરિકા દર વર્ષે 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.