અમેરિકાની શાળામાં ફરી ગોળીબારની ઘટના. વિદ્યાર્થીઓને બનાવાયા નિશાન. ગોળીબારના સમાચારથી પોલીસ તંત્ર થયું દોડતું
અમેરિકા અત્યારે પોતાના જ દેશમાં હથિયારોના થઈ રહેલા દુરુપયોગથી ચિંતિત છે. હવે ફરી એકવાર આવી જ ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાંથી સામે આવી છે, જ્યાં ફરી એકવાર સ્કૂલના બાળકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- Advertisement -
કહેવામાં આવી રહ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ સ્કૂલમાં ગોળીબાર કર્યો છે. આ ગોળીબાર ઓકલેન્ડ વિસ્તારમાં થયો છે, જ્યાં આ સ્કૂલ છે. ફાયરિંગની આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જો કે હજુ સુધી કોઈના મોતની માહિતી મળી નથી.
પોલીસ પહોંચી ઘટના સ્થળે
ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોની સંખ્યા 5થી વધુ હોવાનું કહેવાય છે.