એલન મસ્કના પિતાએ ખુલાસો કર્યો છે કે તેઓ તેમની સાવકી પુત્રીના બીજા સિક્રેટ બાળકના તે પિતા છે, આ વાતનો ખુલાસો થતા પોતાના પિતાના આ વર્તનથી દુઃખી થયા મસ્ક
સ્પેસએક્સ અને ટેસ્લાના સીઇઓ એલન મસ્કના પિતાએ ખુલાસો કર્યો છે કે તેઓ તેમની સાવકી પુત્રીના બીજા સિક્રેટ બાળકના પિતા છે. મસ્કના પિતા ઇરોલની ઉંમર 76 વર્ષ છે, જ્યારે તેમની સાવકી પુત્રી જાનાની ઉંમર લગભગ 35 વર્ષ છે. રિપોર્ટ્સ અનુસાર, ઇરોલ 2019માં પિતા બન્યો હતો, પરંતુ હાલમાં જ તેણે આ વાતની પુષ્ટિ કરી છે. એરોલે કહ્યું , “પૃથ્વી પર માત્ર એક જ વસ્તુ છે જેના માટે આપણે બધા છીએ, તે છે પ્રજનન.”
- Advertisement -
જાના બીજી પત્નીની દીકરી
જાના એરોલની બીજી પત્ની હાઇડ બેઝુઇડેનહોટની પુત્રી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એલનના પિતાએ જ્યારે જાનાની માતા સાથે લગ્ન કર્યા ત્યારે જાનાની ઉંમર માત્ર 4 વર્ષની હતી. એરોલ, જાનાની માતા 18 વર્ષથી તેની સાથે રહી હતી અને તે બે બાળકોનો પિતા બન્યો .બાદમાં બંને તલાક લઈને એકબીજાથી અલગ થઈ ગયા હતા. હતા.
પિતા અને મસ્ક વચ્ચે મતભેદ
ઇરોલે કહ્યું કે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ગર્ભાવસ્થાના આઘાતજનક સમાચારો પર તેના પરિવારે કેવી પ્રતિક્રિયા આપી. તો ઇરોલે જણાવ્યું કે 2017માં જ્યારે જાનાની પહેલી પ્રેગ્નેન્સી ખબર પડી ત્યારે તેણે એલન મસ્કને ચોંકાવી દીધો હતો અને સાથે જ એલન અને તેના પિતા વચ્ચે મતભેદ પણ થયા હતા. આ કારણે એલોન મસ્ક હજી પણ તેના પિતાને પસંદ નથી કરતો. તેઓ હજી પણ તેના વિશે થોડું ડરામણું અનુભવે છે, કારણ કે તે તેની બહેન છે. તેની સાવકી બહેન.” એલન પોતાના પિતાના આ વર્તનથી દુઃખી હતો અને તેણે તેને ખૂબ જ ખરાબ વ્યક્તિ ગણાવ્યો હતો. એલનના જણાવ્યા અનુસાર તેના પિતાએ જે કર્યું છે તે એક ખરાબ કામ છે જેના વિશે વિચારી પણ શકાતું નથી.