-અગાઉ કાર પ્લોટમાં આ પ્રકારે દુર્ઘટના બની હતી
દેશ-વિદેશમાં ઔદ્યોગીક ક્ષેત્રમાં રોબો મશીનના વધતા જતા ઉપયોગ વચ્ચે બોધપાઠ જેવી ઘટનામાં દક્ષિણ કોરિયામાં એક રોબો મશીને એક વ્યક્તિને શાકભાજીનું બોકસ સમજીને અત્યંત ગંભીર રીતે ઘાયલ કરી અને દૂર ફેકતા એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. રોબોને શાકભાજીના બોકસ એક સ્થળેથી બીજા સ્થળે મુકવા માટેનું ટાસ્ક સોંપાયું હતું.
- Advertisement -
આ દરમિયાન એક ટેકનીશ્યન તેની નજીક આવ્યું હતું અને તે કાંઈ સમજે તે પુર્વે જ રોબોએ તેને ઉપાડી લીધો અને શાકભાજીના બોકસ ખોલતો હોય તે રીતે તેના શરીર પર તીક્ષ્ણ ઘા કર્યા હતા અને બાદમાં તેને દુર ફેંકી દેતા આ ટેકનીશ્યનનું મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ રોબોમાં કોઈ ટેકનીકલ ક્ષતિ આવી ગઈ હતી અને આથીજ તે આ રીતે આક્રમક બન્યો હતો. અગાઉ જર્મનીમાં ફોકસવેગનની ફેકટરીમાં પણ રોબો મશીને એક કામદારને મેટલની પ્લેટ હેઠળ કચડી નાંખ્યો હતો.