હાલ ભાજપ અને કોંગ્રેસ બંને હિમાચલમાં તેની જીતનો દાવો કરી રહ્યા છે અને એવામાં હિમાચલ ચૂંટણીને લઈને વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે.
હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે પ્રચાર આજથી એટલે કે ગુરુવારથી પૂરું થવા જઈ રહ્યું છે. એવામાં બીજેપી અને કોંગ્રેસ બંને એ રેલીઓની સંખ્યામાં વધારો કરવાની સાથે સાથે ઘરે જઈ જઈને પ્રચાર વધારી દીધા હતા. ચરમસીમાએ પહોંચેલા ચૂંટણી પ્રચારમાં એકબીજી પાર્ટી પર પણ નિશાના સાધવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને હિમાચલમાં તેની જીતનો દાવો કરી રહ્યા છે.
- Advertisement -
આ બધી સ્થિતિ વચ્ચે હિમાચલ ચૂંટણીને લઈને વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે અને એ ઓપિનિયન પોલ અનુસાર હિમાચલની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જણાવી દઈએ કે એ ઓપિનિયન પોલ અનુસાર ભાજપને 31થી 39 બેઠકો મળવાનું અનુમાન છે જ્યારે કોંગ્રેસને 29થી 37 બેઠકો મળવાનું લગાવવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના ફાઈનલ ઓપિનિયન પોલમાં દેશની બંને મોટી પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જ્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કયો પક્ષ જીતશે તેવું પોલમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે ભાજપ સૌથી વધુ 47 ટકા લોકોની પસંદગી બની હતી અને તે જ સમયે 43 ટકા લોકોએ હિમાચલમાં પરિવર્તન કહીને કોંગ્રેસ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી અને સાથે 3 ટકા લોકોનું માનવું છે કે હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.
ઓપિનિયન પોલ અનુસાર હિમાચલમાં કોની સરકાર?
બીજેપી – 47%
કોંગ્રેસ – 42%
આપ – 3%
અન્ય – 2%
ત્રીશંકુ – 1%
નોટા – 4%