સ્વિગીના વેરહાઉસમાં પણ દરોડા: મનપા દ્વારા જાહેરનામાનાં ભંગ બદલ પગલાં લેવાયા, ઝેપ્ટોમાંથી 35 અને સ્વિગીમાંથી 60 કિલો જથ્થાનો નાશ કરી દંડ ફટકાર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ઓનલાઈન એપ ઝેપ્ટો મીટ ચિકનનું ઓનલાઇન વેચાણ કરતું હતું. જેના વિરુદ્ધ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ સ્વિગીના વેર હાઉસ પર દરોડા પાડતા નોનવેજ ઝડપાતા તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઝેપ્ટો અને સ્વિગીના વેરહાઉસે મનપાના જાહેરનામાનો ભંગ કર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ૠઙખઈ કલમ 336 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને જાહેરનામા ભંગ બદલ 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આજે મહાશિવરાત્રીનો દિવસ હોવાના કારણે રાજકોટ મનપાએ માસ, મટન, ચિકન ન વેચવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આમ છતાં ઝેપ્ટો અને સ્વિગીએ જાહેરનામાનો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ઝેપ્ટોના વેરહાઉસમાંથી 35 કિલો નોનવેજના જથ્થો નાશ કરવામાં આવ્યો છે તો સ્વિગીના વેરહાઉસમાંથી 60 કિલો નોનવેજના જથ્થો નાશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકા દ્વારા મહાશિવરાત્રી અંતર્ગત એક જાહેરનામું બહાર પડાયું હતું. જેમાં આ તહેવાર નિમિતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આમ છતાં આ બંને કંપનીઓ દ્વારા મીટ-ચિકનનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. ઝેપ્ટો દ્વારા ઓનલાઇન થતાં મીટ-ચિકનના વેચાણની માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઈ હતી અને કુલ 35 કિલો જથ્થાનો સ્થળ પરથી નાશ કરવામાં આવ્યો હતો તેમજ વેપારી પાસેથી રૂ. 10000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
RMCએ માસ, મટન, ચિકન ન વેંચવાનું જાહેરનામું બહાર પાડેલું હોવા છતાં ઓનલાઈન વેંચાણ થઈ રહ્યું હતું
- Advertisement -