અન્ય રાજ્યોમાં 15 દિવસ અગાઉ શ્રાવણ માસ શરૂ થવાથી યાત્રિકોનો સોમનાથ સાનિધ્યે ઘસારો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.22
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે શુક્રવારથી શિવોત્સવ એટલે કે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે.જ્યારે દેશના અન્ય રાજ્યોમાં ગુજરાત રાજ્યથી 15 દિવસ અગાઉ શ્રાવણ માસની શરૂઆત થઈ જાય છે.જેને પગલે યાત્રિકોનો ઘસારો સોમનાથ સાનિધ્યે શરૂ થઈ ચૂક્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે શુક્રવારથી શ્રાવણ માસ શરૂ થતા સતત એક માસ સુધી યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળશે જેને લઈને ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ઉપરાંત યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને યાત્રી સુવિધા કેન્દ્રો પણ ઉભા કરવામાં આવશે.બીજી તરફ અન્ય રાજ્યોમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે જેને પગલે સોમનાથ સાનિધ્યે બીજા સોમવારે અન્ય રાજ્યોના દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળ્યો હતો.આગામી દિવસોમાં આ ઘસારો ધીમે ધીમે વધશે અને લાખો શ્રદ્ધાળુઓ શ્રાવણ માસ દરમિયાન પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સોમનાથ મહાદેવના દર્શન કરશે.
- Advertisement -
સોમનાથમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી અમદાવાદ બાપા સિતારામ સેવા ટ્રસ્ટના ભક્તોએ ધ્વજારોહણ કર્યું
સોમનાથ મંદિરે દર વર્ષની જેમ અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 400થી વધુ પણ સેવકોએ સોમનાથ મહાદેવ મંદિર પાસે બાપા સીતારામ પૂજનીયા તસ્વીર સાથે શોભાયાત્રા સામૈયું કાઢ્યું હતું અને મંદિર ખાતે વેદ મંત્રોચ્ચાર અને પૂજા સાથે મહાદેવને થાળ ધરી મંદિર શિખરે ધ્વજારોહણ કર્યું હતું. તેઓ છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસ પહેલા સોમનાથ આવી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મંદિરો પ્રાચી થી ભાલકા અને સોમનાથ થી ગીતામંદિર સુધીના મંદિરોમાં આગલે દિવસે પોતાના ખર્ચે લાવેલા સાધનો સાથે સાફ સફાઈ કરી સ્વચ્છતા કર્યા બાદ બીજા દિવસે ધ્વજારોહણ કરે છે તેઓની ભક્તિ સારા કાર્યની આ સંસ્થા દર મહિને કોઈ એક રવિવારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિરોમાં સ્વચ્છતા કરવા તેઓના સભ્યો સાથે જાય છે અને જ્યાં બાપા સીતારામની પૂજા અને આરતી કરી સ્વછતાની સેવા આપે છે.