7 ઓક્ટોબરથી હીનાના ઘરનો દરવાજો લોક જ હતો. આ ઘરમાં શિવાંશ તેની માતા હીના સાથે જ રહેતો હતો
ગાંધીનગર: પેથાપુર ગામમાં સ્વામિનારાયણ મંદિરની ગૌશાળાની બહાર શુક્રવારે મોડી રાત્રે માસૂમ બાળક શિવાંસને તરછોડી જવાના મામલે અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. બાળકને ગૌશાળા પાસે મુકનાર તેના પિતા જ હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદ તપાસનો ધમધમાટ તેજ થયો હતો. પોલીસે ગૌશાળાના સીસીટીવી જોયા બાદ અને સેન્ટ્રોકારના માલિકનુ નામ સરનામુ મળ્યા બાદ મોટાભાગનો કેસ સોલ્વ થઇ ગયો હતો. આ કેસમાં શિવાંશની માતા હીના ઉર્ફે મહેંદી વડોદરામાં જે ઘરમાં રહેતી હતી ત્યાંના પાડોશીઓએ પણ અનેક ખુલાસા કર્યા છે.
- Advertisement -
6 ઓક્ટોબરની રાત્રે 10:30 કલાકની આસપાસ શિવાંશ ખૂબ જ રડતો હતો.
વડોદરાના દર્શનમ ઓએસિસ ફ્લેટમાં રહેતા હીનાની પાડોશી મહિલાએ જણાવ્યું હતુ કે, સચિન અને હીના બે મહિના પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. 6 ઓક્ટોબરની રાત્રે 10:30 કલાકની આસપાસ શિવાંશ ખૂબ જ રડતો હતો. જેનો અવાજ અમારા ઘર સુધી સંભળાયો હતો. જોકે, થોડીવાર બાદ અવાજ બંધ થઈ ગયો હતો. જ્યારે 7 ઓક્ટોબરથી હીનાના ઘરનો દરવાજો લોક જ હતો. આ ઘરમાં શિવાંશ તેની માતા હીના સાથે જ રહેતો હતો અને હીના પણ મોટાભાગે પોતાના ઘરે જ રહેતી હતી. નવરાત્રિની શરૂઆત એટલે સાતમી તારીખે થઈ, ત્યારથી તેમનું ઘર બંધ છે. આ બધું જાણીને અમને પણ ખૂબ દુખ થયુ છે.
’10મી તારીખે જ શિવાંશને 10 મહિના પૂરા થયા’
- Advertisement -
અમદાવાદમાં હીના બોપલ વિસ્તારમાં રહેતી હતી. ત્યાંના પાડોશીઓએ જણાવ્યુ હતુ કે, શિવાંશનો જન્મ 10મી ડિસેમ્બર 2020ના રોજ થયો હતો. ગઇકાલે જ શિવાંશને 10 મહિના પૂરા થયા. શિવાંશની માતા હીનાબેનનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તેઓના પ્રેગનન્સીના સમયે પણ અમે તેમને ઘણી મદદ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ કે, સચિનભાઇ કયારેય રાત્રે આવતા નહીં, તેઓ દિવસ દરમ્યાન જ આવતા. હીનાને પ્રેગ્નેન્સી વખતે તકલીફ પડતી તો અમે તેમને મદદ કરતાં. એક વખત હીનાબેનની તબિયત ખરાબ હતી તો પણ તેઓ જોરજોરથી બૂમો પાડી એમના પતિ સાથે ઝઘડતા હતા. તેઓ તેમની અંગત વાતો શેર કરતા ન હતા. જ્યારે તેમના સાસુ સસરા અંગ પૂછતા તો, તેઓએ કહ્યું હતુ કે, મારા સાસુ-સસરાને હું નથી ગમતી એટલે તેઓ અહીં આવતા નથી અને હું ત્યાં જતી નથી.
સચીન અને તેની કાર
ત્રણ દિવસમાં લાશ ડિકમ્પોઝ થઈ ચુકી હતી
વડોદરામાં પોલીસે દર્શનમ ઓવેસિસ ફ્લેટમાં પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, 8 ઓક્ટોબરના રોજ મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્રણ દિવસમાં લાશ ડિકમ્પોઝ થઈ ચુકી હતી. જેથી એફએસએલ દ્વારા લાશને બેગમાંથી કાઢવામાં આવતા ફ્લેટની અંદર તેમજ સોસાયટીમાં અતિશય દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જેના કારણે પોલીસના અધિકારીઓને પણ ત્યાં ઉભુ રહેવું મુશ્કેલ થઇ પડ્યુ હતુ. પોલીસે મહેંદીનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
સચિને હીનાની લાશને સૂટકેસમાં ભરી દીધી હતી, પાડોશીઓ ચોંકી ગયા હતા
દર્શનમ ઓએસીસના જી-102 ફ્લેટમાં હત્યા થઈ હોવાની જાણ ત્યાંના રહીશોને થતા સૌ કોઇ ચોંકી ગયા હતા. આ ઘટના બાદ રવિવારના રોજ સોસાયટીમાં ગરબા પણ બંધ રાખવામાં આવ્યા હતા. દર્શનમ ઓએસીસના રહીશોએ જણાવ્યું હતું કે, નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે,
ત્યારે કોઈને પણ સ્વપ્નેય ખ્યાલ ન હતો કે જી બ્લોકના 102 નંબરના ફ્લેટમાં લાશ પડી હશે. આસપાસના કોઈ રહીશને દુર્ગંધ પણ આવી ન હતી. શનિવારે તો રાતે પોલીસ ગરબા બંધ કરાવવા માટે રાઉન્ડમાં નીકળી ત્યારે ફ્લેટમાં આવી હતી.