ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહા શિવરાત્રી પૂર્વે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં ખૂની હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદગિરી ભવનાથ તળેટીમાં આવેલ જુના અખાડા પાસે હતા ત્યારે નાગા સાધુ શિવગીરી અન્ય સાધુને હેરાન કરતો હોવાનું જાણવા મળતા મહિલા પીઠાધીશ્વરે શિવગીરી ને સમજવા ગયેલ એ સમયે શિવગીરી ઉશ્કેરાઈ ગયો હતો અને ભૂંડી ગાળો આપીને હું તને ઓળખું છું અને ગિરનાર આવતી નહિ તેવા શબ્દો બોલી તલવાર વડે હુમલો કરતા મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદગિરી ને પેટના ભાગે તલવાર વાગી હતી અને ઘાયલ થતા તુરંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ.
- Advertisement -
જુના અખાડા પાસે બનેલી ખૂની હુમલા ની ઘટના વાયુવેગે પ્રસરી જતા ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંતો હરીગીરી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, મહેન્દ્રગીર મહારાજ સહીત રાજકીય આગેવાનો સહીત ડીવાયએસપી સહીત ભવનાથ પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદગિરીની ફરિયાદના આધારે હુમલો કરનાર શિવગીરી ભવનાથ થી ભાગી છૂટ્યો હતો અને પોલીસે નાકાબંધી કરીને ગણતરીની કલાકોમાં બીલખા પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી હતી ઝડપાયેલ આરોપીને આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ ની માંગણી કરવામાં આવશે અને હુમલા અન્ય કોઈ સામેલ છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી છે.