-એકનાથ શિંદે જૂથનો વિરોધ: ચૂંટણી પ્રતિક અને નામ એ ચૂંટણીપંચનો અધિકાર
શિવસેનાનો વિવાદ હવે સુપ્રીમકોર્ટે પહોંચી ગયો છે. ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનું નામ તથા પ્રતિક શિંદે જુથને ફાળવી દેવાતા પુર્વ મુખ્યમંત્રી તથા સેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણીપંચના નિર્ણયને પડકારતી કરેલી અરજી પર આવતીકાલે સર્વોચ્ચ અદાલત સુનાવણી કરશે.
- Advertisement -
આજે સુપ્રીમ કોર્ટે આ અરજી દાખલ કરી હતી તે વચ્ચે હવે શિંદે જૂથે સુપ્રીમકોર્ટને આ પ્રકારની અરજી ન સાંભળવા દલીલ કરી હતી. ગઈકાલે જ શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં કેવીયેટ દાખલ કરીને ઉદ્ધવ ઠાકરે જૂથને સાંભળે અને કોઈ ચૂકાદો કે સ્ટે આપે તે પુર્વે તેને પણ સાંભળવા અરજી કરાઈ હતી.
તેમાં આજે શિંદે જૂથે સુપ્રીમકોર્ટમાં જણાવ્યું કે, ચૂંટણી પ્રતિક અને નામ એ ચૂંટણીપંચ જ નિર્ણય લઈ શકે અને તેમાં સુપ્રીમકોર્ટની કાર્યવાહી યોગ્ય નથી. જો કે ઠાકરે જૂથે દાવો કર્યો કે તેમની રજુઆતને ધ્યાનમાં લીધા વગર જ આ નિર્ણય અપાયો છે જે અન્યાય છે. ફકત પક્ષપલ્ટો કરવાથી મૂળ પક્ષ અને તેના નામનો અધિકાર મળી જતો નથી.