મુંબઈનાં શિવાજી પાર્કમાં દશેરા રેલીને લઈને ઠાકરે ગ્રુપ અને શિંદે ગ્રુપ વચ્ચે રસ્સાકસ્સીમાં હાઈકોર્ટે ઉદ્ધવ ગ્રુપને પરવાનગી આપતા હવે શિંદે ગ્રુપ SCમાં જશે.
મુંબઈનાં શિવાજી પાર્કમાં દશેરા રેલી કોણ કરશે, આ વાતને લઈને ઉદ્ધવ ઠાકરે અને શિંદે ગ્રુપમાં રસ્સાકસ્સી ચાલી રહી છે. જોકે, આ વિષે બોમ્બે હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરેને રાહત આપતા શિવાજી પાર્કમાં 5 ઓક્ટોબરથી થનારી દશેરા રેલીની મંજૂરી આપી હતી, પણ હવે સૂત્રો તરફથી સમાચાર સામે આવ્યા છે કે હાઈકોર્ટનાં આ નિર્ણય વિરુદ્ધ શિંદે ગ્રુપ સુપ્રિમ કોર્ટ જશે. નોંધનીય છે કે શિવસેના પોતાની સ્થાપના સમયથી જ શિવાજી પાર્કમાં દશેરા રેલી કરી રહી છે.
- Advertisement -
Today HC decided that Shiv Sena's Dussehra rally will be held at Shivaji Park. It's been happening since 1966. We presented Shiv Sena's history before HC. The HC rejected law&order situation raised by BMC. Shiv Sena has permission to hold rally from 2-6 Oct: Anil Parab, Shiv Sena pic.twitter.com/Ni8ERsr4Bg
— ANI (@ANI) September 23, 2022
- Advertisement -
સોમવારે અરજી દાખલ કરવામાં આવી શકે છે
સમાચાર મળી રહ્યા છે કે હાઈકોર્ટનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવા માટે શિંદે ગ્રુપ સીનીયર વકીલો પાસેથી સલાહ લઇ રહ્યું છે. શિંદે સોમવારે અરજી દાખલ કરીને જલ્દી જ સુનાવણીની માંગ કરી શકે છે.
મંજૂરી મળે કે ન મળે, શિવાજી પાર્કમાં અમે જ કરશું દશેરા રેલી
આ પહેલા ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વમાં શિવસેનાએ કહ્યું હતું કે BMCની મંજૂરી મળે કે ન મળે, તેઓ શિવાજી પાર્કમાં મેદાન પર પાર્ટીની વાર્ષિક દશેરા રેલી કરશે. મુંબઈના ભૂતપૂર્વ મેયર મિલિંદ વૈદ્યના નેતૃત્વમાં શિવસેનાના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રેલી યોજવાની પરવાનગી માટે તેમની અરજીની સ્થિતિ વિશે પૂછવા BMC અધિકારીઓને મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમને પરવાનગી મળે કે ન મળે, બાળાસાહેબ ઠાકરેના શિવસેનાના કાર્યકરો રેલી માટે શિવાજી પાર્કમાં ભેગા થશે. . અમે અમારા નિર્ણય પર ખૂબ મક્કમ છીએ.”
#WATCH | Shiv Sena workers celebrate after Bombay High Court permitted the Thackeray faction of Shiv Sena to hold Dussehra rally at Shivaji Park in Mumbai. pic.twitter.com/askbWuNUnC
— ANI (@ANI) September 23, 2022
ઉદ્ધવ ગ્રુપે પહેલા કરી હતી અરજી
22 ઓગસ્ટના રોજ, ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાના અનિલ દેસાઈએ મધ્ય મુંબઈમાં પ્રતિષ્ઠિત પાર્કમાં રેલીનું આયોજન કરવા BMCને પરવાનગી માટે અરજી કરી હતી. ત્યાર બાદ 30 ઓગસ્ટના રોજ શિંદે જૂથના ધારાસભ્ય સદા સર્વંકરે પણ BMCના G-North વોર્ડમાંથી દશેરા રેલીનું આયોજન કરવાની પરવાનગી માટે અરજી કરી હતી.