ટીવી જગતની મશહૂર એક્ટ્રેસ શિલ્પા શિંદેનો આજે જન્મ દિવસ છે.
એક્ટ્રેસ આજે 44 વર્ષની થઇ ગઈ છે. પોતાના કરિયરમાં એક્ટ્રેસે ઘણા પ્રકારના રોલ કર્યા છે પરંતુ સૌથી વધુ સફળતા ‘ભાભી જી ઘર પર હે’માં મુખ્ય ભૂમિકા ભજવી મળી છે. સિરિયલમાં અંગુરી ભાભી બની લોકોનું મનોરંજન કરવા વાળી શિલ્પા હજુ પણ સિંગલ છે.
વર્ષ 2009માં થવાના હતા લગ્ન
- Advertisement -
શિલ્પા શિંદે આજે ભલે સિંગલ છે પરંતુ કોઈ સમયે એમના લગ્ન થવાના હતા, તે પણ સાત ફેરા લેવાની હતી, પરંતુ એન મોકા પર એમને લગ્ન તોડી નાખ્યા. શિલ્પા સિંદેને પોતાના કો-એક્ટર રોમીત રાજ જોડે પ્રેમ થઇ ગયો હતો. બંનેએ માયકા સાથે કામ કર્યું હતું. બંનેએ એક થાવનું નક્કી કર્યું. લગ્નની જગ્યા અને તારીખ પણ નક્કી થઇ ગઈ. જગ્યા હતી ગોવા અને તારીખ 29 નવેમ્બર 2009. પરંતુ એવું શું થયું કે આ સબંધ તૂટી ગયો. લગ્નની તારીખ સામે આવ્યા છતાં બંનેના રસ્તા અલગ થઇ ગયા.
લગ્નના સાત વર્ષ પછી ખોલ્યું રહસ્ય
- Advertisement -
શિલ્પા શિંદેએ વર્ષ 2016માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં 7 વર્ષ પછી આ લગ્ન તોડવા પાછળનું સાચું કારણ જણાવ્યું હતું. શિલ્પા શિંદેએ કહ્યું હતું કે – કરવા ચોથના બે દિવસ પહેલા તેને સમજાયું કે રોમિત એડજસ્ટિંગ પતિ સાબિત થઈ શકતો નથી. વાસ્તવમાં, શિલ્પા શિંદેએ પોતાની સમસ્યાઓ રોમિતને જણાવી હતી, પરંતુ રોમિતે શિલ્પાની સમસ્યાઓને સમજ્યા વગર તેના પરિવારનું અપમાન કર્યું હતું. આખરે, શિલ્પાએ નક્કી કર્યું કે તે હવે રોમિત સાથે લગ્ન નહીં કરે અને સંબંધોનો અંત લાવી દીધો.
શિલ્પાના વિવાદ
‘બિગ બોસ 11’ વિજેતા શિલ્પા શિંદેનું નામ ‘ભાભીજી ઘર પર હૈ’ શોને લઈને પણ ચર્ચામાં હતું. તેના દમદાર અભિનયને કારણે લાખો ચાહકો બન્યા, પરંતુ શોના નિર્માતાઓ સાથે ચાલી રહેલા વિવાદને કારણે શિલ્પાને બહારનો રસ્તો બતાવ્યો. સાથે જ તેણે શોના નિર્માતા સંજય કોહલી પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો.