શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા અને પોતાની દિકરી સમીશાનો વીડિયો શેર કર્યો છે. જેમાં રાજ કુંદ્રા સૌથી પહેલા પોતાની દિકરીના પગ ધોઈ તેની પૂજા કરી રહ્યા છે.
શિલ્પા શેટ્ટી દર વર્ષે નવરાત્રિનો પર્વ ધૂમધામથી ઉજવે છે. સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. શિલ્પાએ ઈન્સ્ટા પર કન્યા પૂજનનો વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસે અષ્ટમીના દિવસે કન્યા પૂજન કર્યું હતું. તેણે બે વીડિયો શેર કર્યા છે. પહેલામાં તે કન્યાઓને ભોજન કરાવતી જોવા મળે છે અને બીજામાં રાજ કુંદ્રા પોતાની દિકરી સમીશાની પૂજા કરી રહ્યા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
શિલ્પાએ કર્યું કન્યા પૂજન
શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટા સ્ટોરી પર પોતાના કન્યા પૂજનનો વીડિયો શેર કર્યો છે. તેમાં તે પોતાના ઘરમાં નાની નાની કન્યાઓને ભોજન ખવડાવી રહી છે. શિલ્પાની માતાને પાછળ ઉભેલી જોઈ શકાય છે. શિલ્પા નાની કન્યાઓને ભોજન કરાવી રહી છે. શિલ્પાએ બીજો વીડિયો શેર કર્યો છે. જેમાં રાજ કુંદ્રા દિકરી શમીશાના પગ ધોઈ તેની પૂજા કરી રહ્યા છે.
View this post on Instagram
રાજ કુંદ્રાએ કરી દિકરીની પૂજા
જે સમયે રાજ કુંદ્રા પોતાની દિકરીની પૂજા કરી રહ્યા હતા ત્યારે સમીશાનો ક્યૂટ અંદાજ જોવા મળ્યો હતો. તે પપ્પાને પૂજા કરતી જોઈ રહી હતી સાથે પોતાના સનગ્લાસિસ સાથે રમી રહી હતી. લહેંગા ચોલી પહેરીને સમીશા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. રાજ કુંદ્રા જેવી રીતે પોતાની દિકરીની પૂજા કરી રહ્યા હતા તે જોઈ લોકો ઈપ્રેસ્ડ છે.
દિકરીને આટલું સન્માન દેવા પર યુઝર્સે રાજના ખૂબ જ વખાણ કર્યા છે. જોકે ઘણા લોકો એવા પણ છે જે રાજ કુંદ્રાનો મકાજ ઉડાવતા જોવા મળ્યા. કારણ કે રાજ કુંદ્રા મોટાભાગે પોતાનો ચહેરો છુપાવતા જોવા મળે છે. રાજ હંમેશા માસ્ક લગાવીને રાખે છે. ત્યાં જ વીડિયોમાં રાજનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.