રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ભૂપેન્દ્ર રોડ શાખાની જૂની જગ્યામાં રિનોવેશન કરવાનું હોવાથી શાખાનું કામકાજનું નવી જગ્યાએ સ્થળાંતર થયું છે અને રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભૂપેન્દ્ર રોડ શાખા, સેન્ટર પોઈન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ડો. કેશુભાઈની હોસ્પિટલની સામે, કરણસિંહજી રોડ આશાપુરા મેઈન રોડ, આરએમસી ચોક પાસે, રાજકોટ ખાતે કાર્યરત થઈ છે. તાજેતરમાં શાખા ખાતે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. જેમાં બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલ, ડિરેકટરગણ પૈકી ચંદ્રેશભાઈ ધોળકિયા, દેવાંગભાઈ માંકડ, અશોકભાઈ ગાંધી, હસુભાઈ ચંદારાણા, ડો. એન. જે. મેઘાણી, નવીનભાઈ પટેલ, ભૌમિકભાઈ શાહ, વિનોદકુમાર શર્મા સહિતના હાજર રહ્યા હતા.



