ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની જઇંઊ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે બપોરના સમયે પ્રશાંતભાઇ નરશીભાઇ પરમાર અને અબ્દુલભાઇ એમ.બુખારી પોતાની સાથે આશરે 13 વર્ષના એક છોકરાને લઈને આવીને તેઓએ જણાવેલ કે, શનાળા બાયપાસ પાસે મારી સોનલકૃપા નામની ઓફીસથી નાસ્તો કરવા ગયેલ તે સમયે મારી ગાડી આગળ અચાનક એક છોકરો આવી જતા મે ગાડી ઉભી રાખી તેનુ નામ ઠામ પુછતા પોતે કશું બોલેલ નહીં અને થોડો માનસિક જેવો લાગતા હતો જેથી મે શનાળા બાયપાસના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેના કોઇ વાલી વારશ મળી આવેલ ન હોય જેથી હું આ છોકરાને મોરબી સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે લાવીને હાજર પી.એસ.ઓ.ને ઉપર મુજબ હકીકત જણાવતા તેઓએ જઇંઊ ટીમના કર્મચારીઓને બોલાવ્યા હતા અને ત્યારબાદ જઇંઊ ટીમ દ્રારા આ બાળકની પુછપરછ કરતા પોતે કાંઇ બોલતો ન હોય જેથી બાળક જે જગ્યાથી મળી આવેલ તે જગ્યાએ તપાસ કરતા સલાણીયા વાસ, એસ્સાર પંપની પાછળ, ઉમીયા આશ્રમની બાજુમાં, ભક્તિનગર સર્કલ પાસે રહેતા જીતેશભાઇ રમેશભાઇ સીંધવ પાસે જઈને તપાસ કરતા તેઓએ જણાવેલ કે, પોતાનો દિકરો દિપક જન્મ સમયથી માનસિક છે તે આશરે સવારના અગીયાર વાગ્યા આસપાસ ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહ્યો જેની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો જેથી પોલીસને દિકરો મળી આવતા આ છોકરાને તેઓના માતા-પિતાને સહી સલામત સોંપી આપ્યો હતો.
ઘરેથી કહ્યા વગર લાપતા બનેલા તરૂણનું પરિવાર સાથે મિલન કરાવતી SHE ટીમ
