ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે આગામી વિજયા દશમી (દશેરા) નિમિતે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રિમ કાઉન્સિલ તથા શ્રી ક્ષત્રિય કરણી સેના દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન તથા વીરાંજલી શહીદ વંદના યોજાશે.શસ્ત્ર પુજન તથા વીરાંજલી કાર્યક્રમ વિજયા દશમી તા. 12/10/2024 શનિવાર સાંજે 04:00 વાગ્યે, અતિથિ પાર્ટી પ્લોટ, મંગલમ હોસ્પિટલ પાસે, 150 ફૂટ રીંગ રોડ સર્વીસ રોડ, રાજકોટ ખાતે યોજાશે.
- Advertisement -
પરંપરાગત શસ્ત્ર પૂજન સાથે વીરાંજલી શહીદી વંદનામાં દેશની સીમાના પ્રહરી જવાનો માદરે વતન દેશ માટે વિરગતિ પામેલા વીર જવાનોને પુષ્પાંજલિ અપાશે. આપણી પરંપરા અને સંસ્કૃતિ મુજબ રાજપૂતોની દિવાળી એટલે દશેરા નિમિતે યોજાનાર શસ્ત્ર પૂજન તથા વિરાંજલી શહીદ વંદના કાર્યક્રમમાં પોતાનો સ્વધર્મ ક્ષાત્રધર્મનુ વહન કરવા સર્વે ક્ષત્રિય રાજપૂત બંધુઓને પધારવા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાજપુત ક્ષત્રિય સુપ્રિમ કાઉન્સિલ અને શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા આહવાન અને ભાવપૂર્ણ હાર્દિક નિમંત્રણ છે.