ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ માટે મુશ્કેલ લાગતું વર્ષ 2023 શાનદાર રહ્યું
ખાસ-ખબર સંવાદદાતા
વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે મુશ્કેલ લાગતું આ વર્ષ એક મહાન ઉપલબ્ધિ સાથે સમાપ્ત થવા જઈ રહ્યું છે. 14 ડિસેમ્બર સુધીમાં અદાણી જૂથની ખોટ નોંધપાત્ર રીતે ઘટીને 64 બિલિયન ડોલર થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ અદાણી એન્ટરપ્રાઈઝના શેર હજુ પણ 18% ડાઉનછે, જોકે નિષ્ણાતોનું માનવું છે કે તે ઓલ ટાઈમ લો સ્ટેજથી 75%થી વધ્યા છે.
જાન્યુઆરીમાં શોર્ટ સેલર હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપ પર સ્ટોકમેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીના અનેક આરોપો લગાવાયા બાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો હતો.
જો કે અદાણીએ એ આરોપોને પાયાવિહોણા કહી નકારી કાઢ્યા હતા અને તેને ભારત પર ગણતરી પૂર્વકનો હુમલો ગણાવ્યો હતો. ત્યારબાદથી અદાણી પોર્ટસના શેર 36% અને અદાણી પાવરના શેર 89% ઉપર છે. નિષ્ણાતોનું માનવું છે કે ગૌતમ અદાણીનું રિન્યુએબલ એનર્જીમાં રોકાણ ઓઇલ અને બેન્ચમાર્ક સૂચકાંકો પર તેની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને દેશના અર્થકરપણને ફાયદો થશે.