ભારતીય શેરબજાર સાવચેતીના પગલાં સાથે આગેકૂચ કરતાં જોવા મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી માર્કેટના ફર્સ્ટ હાફમાં નોંધાયેલો ઉછાળો સેકેન્ડ હાફમાં ધોવાઈ રહ્યો છે. આજે સેન્સેક્સ ગ્રીન સિગ્નલમાં ખૂલ્યા બાદ 302.62 પોઈન્ટ વધ્યો હતો. 10.40 વાગ્યે 267.06 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી સતત 25 હજારનું લેવલ ક્રોસ કરવા પ્રયાસ કરતું નજરે ચડ્યો છે. આજે 24954.45ના લેવલે પહોંચ્યા બાદ ફરી પાછો ઘટ્યો હતો. 10.40 વાગ્યે 80.20 પોઈન્ટ સુધારા સાથે 24937.50 પર કારોબાર થઈ રહ્યો છે.
માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3759 સ્ક્રિપ્સ પૈકી 2192 શેર્સ ગ્રીન ઝોનમાં અને 1407 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ 273 શેર્સમાં વર્ષની નવી ટોચ અને 13 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 263 શેર્સમાં અપર સર્કિટ અને 145 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકના 21 શેર્સ 3 ટકા સુધી ઉછાળે જ્યારે 9 શેર્સ 1 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જે માર્કેટ બ્રેડ્થ એકંદરે પોઝિટીવ હોવાનો સંકેત આપે છે. જો કે, સાથે સાવચેતીનું વલણ પણ જોવા મળ્યુ છે.
- Advertisement -
પ્રોફિટ બુકિંગ વધ્યું
ટોચના 13 સેક્ટરોલ ઈન્ડેક્સમાં રોકાણકારો પ્રોફિટ બુકિંગની સાથે સાથે નીચા મથાળે ખરીદી પણ કરી રહ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ટેલિકોમ, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. બેન્કેક્સ, મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.50 ટકા સુધર્યા છે.
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.39 લાખ કરોડનો વધારો
- Advertisement -
એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 30 જુલાઈ, 2024ના રોજ BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 4,60,91,445.34 કરોડ હતી. આજે એટલે કે 31મી જુલાઈ 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 4,62,31,245.39 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 1,39,800.05 કરોડનો વધારો થયો છે.
168 શેર એક વર્ષની ટોચે
આજે BSE પર 2623 શેરનો વેપાર થઈ રહ્યો છે. આમાં 1873 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, 589માં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે અને 161માં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. આ સિવાય 168 શેર એક વર્ષની ટોચે અને 7 શેર ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જ્યારે 123 શેર અપર સર્કિટ પર પહોંચ્યા હતા, જ્યારે 40 શેર લોઅર સર્કિટ પર પહોંચ્યા હતા.
એનએસઈ ખાતે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ
શેર્સ | છેલ્લો ભાવ | ઉછાળો |
ASIANPAINT | 3088 | 2.76 |
NTPC | 413.7 | 1.66 |
JSWSTEEL | 917 | 1.65 |
HINDALCO | 670.1 | 1.45 |
BHARTIARTL | 1491.6 | 1.45 |
શેર્સ | છેલ્લો ભાવ | ઘટાડો |
TATACONSUM | 1174.2 | -1.73 |
DIVISLAB | 4861.35 | -1.04 |
POWERGRID | 346.35 | -0.99 |
INDUSINDBK | 1418.4 | -0.79 |
AXISBANK | 1160.85 | -0.78 |