આજે સપ્તાહના પહેલા જ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ સામાન્ય ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી છે. સેન્સેક્સ ફરી એકવાર 63,000ની સપાટીને પાર કરી ગયો
આજે સપ્તાહના પહેલા જ દિવસે બજારમાં પોઝિટિવ સંકેતો જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીએ ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી છે. સેન્સેક્સ ફરી એકવાર 63,000ની સપાટીને પાર કરી ગયો છે. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 91.03 પોઈન્ટના વધારા સાથે 63,070.40 પર ટ્રેડ કરી રહ્યો છે, તો નિફ્ટી પણ 39.3 પોઈન્ટની મજબૂતાઈ સાથે 18,704.80 પર બિઝનેસ કરી રહ્યો છે.
- Advertisement -
Sensex climbs 91.03 points to 63,070.40 points in early trade; Nifty advances 39.3 points to 18,704.80 points
— Press Trust of India (@PTI_News) June 26, 2023
- Advertisement -
બજાર કયા સ્તરે ખુલ્યું
બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 32.87 પોઈન્ટ ઘટીને 62,946 ના સ્તર પર ખુલ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી 16.85 પોઈન્ટ વધીને 18,682 પર ખુલ્યો હતો. બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ લીલા નિશાન પર પાછો ફર્યો છે.