શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત નવા રેકોર્ડ હાઈ પર થઈ છે. સેન્સેક્સ આજે નવા ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો અને નિફ્ટીએ પણ ઈતિહાસ રચ્યો હતો.
શેરબજારમાં આજે રેકોર્ડબ્રેક શરૂઆત થઈ છે, સેન્સેક્સ આજે નવા ઓલ ટાઈમ હાઈ 81,679 પર ખુલ્યો અને નિફ્ટીએ પણ ઈતિહાસ રચ્યો હતો. નિફ્ટી 108 પોઈન્ટના ઉછાળા સાથે 24,943ના સ્તરે ખુલ્યો હતો.
- Advertisement -
શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત નવા રેકોર્ડ હાઈ પર થઈ છે. સેન્સેક્સ-નિફ્ટી અને મિડકેપ સૂચકાંકો નવા રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે અને માર્કેટમાં જબરદસ્ત મોમેન્ટમ છે. નિફ્ટી 24,980ના નવા હાઇ લેવલ પર ખૂલ્યો છે, જે 25,000ની ખૂબ નજીક છે. મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 58,000ને પાર કરી ગયો છે. બેંકો, એનબીએફસી અને ઓઈલ-ગેસ શેરોની સાથે આઈટી શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24 માં વધારો અને અને 6 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 48 વધી રહ્યા છે અને 2 ઘટી રહ્યા છે.
ગયા અઠવાડિયાની શરૂઆતમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ બાદથી શેર માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો હતો. જો કે શુક્રવારે શેરબજારમાં જોવા મળેલા ઉછાળાએ અને આજે બજારની જે ચાલ છે તેને રોકાણકારો અને નિષ્ણાતોમાં આશા જગાવી છે. નિષ્ણાતો માને છે કે શેરબજારમાં જે પ્રકારનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, નિફ્ટી આ સપ્તાહે 25,000નો આંકડો પાર કરશે.
- Advertisement -
NSE ખાતે ટ્રેડેડ શેર્સની સ્થિતિ
શેર | છેલ્લો ભાવ | ઉછાળો |
SBIN | 885.25 | 2.64 |
LT | 3776.3 | 2.62 |
ICICIBANK | 1237.5 | 2.51 |
BPCL | 336.25 | 2.27 |
INDUSINDBK | 1435.5 | 2.25 |
શેર | છેલ્લો ભાવ | ઘટાડો |
TATACONSUM | 1186.9 | -2.2 |
TITAN | 3429.7 | -1.84 |
CIPLA | 1545.95 | -1.84 |
TECHM | 1516 | -1.63 |
BHARTIARTL | 1491.6 | -1.51 |