ખાસ-ખબર સંવાદદાતા
શરદપૂર્ણિમાના પવિત્ર પર્વ પર વેરાવળ ચોપાટી ખાતે માનવ મેદની ઉમટી હતી. વેરાવળ અને આસપાસના વિસ્તારના હજારો લોકોએ વેરાવળ ચોપાટી ખાતે પૂર્ણિમાનો ચંદ્ર અને તેના પ્રતાપે દરિયામાં આવતી ભરતી નિહાળી હતી. શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમા નું ખુબજ મહત્વ હોય છે. એક માન્યતા પ્રમાણે શરદપૂર્ણિમાની મધ્યરાત્રીએ જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ વિકસે છે. ત્યારે લોકો ચંદ્રમાને દૂધપૌંઆ ધરાવે છે. જેમાં શરદપૂનમની રાત્રિનાં પૂર્ણ વિકસિત ચંદ્રના શીતળ કિરણો તેમાં પડે છે. સવારે આ દૂધ પૌઆ નો પ્રસાદ ખાવાથી લોકોને પિત્તની તકલીફ થતી નથી અને આખું વર્ષ સ્વાસ્થ્ય નિરોગી રહે છે તેવી માન્યતા છે. ત્યારે તેના શીતળ કિરણો વ્યક્તિના મનની વ્યગ્રતાને શાંત કરનારા હોય છે. વ્યક્તિ વ્યાકુળતા,વ્યગ્રતા અને ચિંતાથી શરદપૂર્ણિમાના ચંદ્રને નિહાળી મુક્ત બને છે. ત્યારે વેરાવળ શહેરના હજારો લોકો શરદપૂર્ણિમાની સાંજથી જ વેરાવળ ચોપાટીએ પહોંચ્યા હતાં.
શરદ પૂનમે વેરાવળ ચોપાટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યો
