જૂનાગઢ રેલ જોડાણ સમિતિએ DRMની મુલાકાત કરી
જૂનાગઢ ફાટક લેસ કરવા હકારાત્મક પ્રયાસો
- Advertisement -
રાજ્ય સરકાર જમીન સંપાદન કરે તો શહેરની ફાટક સમસ્યા હલ થશે
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ શહેરની દીવસે દીવસે વસ્તીની સાથે ટ્રાફીક વધતો જાય છે જેના લીધે શહેરની મઘ્ય માંથી પસાર થતી જૂનાગઢ દેલવાડા અમરેલી મીટર ગેજ લાઈન પર આવેલ 7 જેટલા ફાટકો દુર થાય તેવા પ્રયાસો જૂનાગઢ રેલ જોડાણ સમિતીએ હાથ ધર્યા છે.
જેમાં ગઈકાલે રેલ્વે ડીઆરએમ સાથે મુલાકાત કરીને શાપુર – પ્લાસવા સુધી જોડાણ કરવાની રજૂઆત કરી હતી જેમાં રેલ્વેના ઊંચ અધિકારીએ રાજ્ય સરકાર તરફથી જમીન સંપાદન થાય તો બ્રોડગેજ લાઈન બની શકે તેવું હકારાત્મકતા બતાવી હતી.
એક તરફ હજુ જૂનાગઢ દેલવાડા અને અમરેલી જતી મીટર ગેજ ટ્રેનને રૂપાંતરિત કરવા વાઇલ્ડ લાઇફની મંજુરી બાકી છે ત્યારે હજું શહેરને ફાટક લેશ થતા એક વર્ષ કરતા વધુ સમય લાગશે કારણકે નવા પ્રોજેક્ટ તરફ જો પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે જૂનાગઢ રેલ જોડાણ સમિતી રાજ્ય સરકારને મળીને જમીન સંપાદન મુદે રજુઆત સાથે ચર્ચા કરીને શહેરને ફાટક મૂક્ત કરવા પ્રયાસો શરૂ કર્યા છે.
ગઈકાલ વેસ્ટર્ન રેલવે ના જીએમ અશોક મિશ્રા સાથે બોટાદ રેલ્વે સ્ટેશનની ખાસ વિઝીટને ધ્યાને રાખીને ણછઞઈઈ મેમ્બર કમલેશભાઈ શાહ તથા સંજયભાઈ પુરોહિતના પ્રયાસ થકી પ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતિને મુલાકાતનો સમય ફાળવવામાં આવેલ એ અનુસંધાને પ્લાસવા શાપુર રેલ જોડાણ સમિતિ વતી એડવોકેટ કિરીટભાઈ સંઘવી, રાજુભાઈ જોબનપુત્રા, અમૃતભાઇ દેસાઈ, સંજયભાઈ વગેરે એ હયાત રેલવે લાઇનને પ્લાસવાથી શાપુર જોડી દેવા ની માંગણી સંદર્ભે રજૂઆત કરી હતી જે અંગે રેલવે ના જીએમ તરફથી સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો અને આ અંગે સર્વે હાથ ધરવાની હૈયાધારણ આપી હતી.
સાથે સાથે સમિતિ દ્વારા આ પ્રશ્ર્ને જૂનાગઢ મુલાકાત માટે આગ્રહ કર્યો હતો જે સહર્ષ સ્વીકારી હતી આ ઉપરાંત જૂનાગઢ રેલવે સ્ટેશન ના આધુનિક કરણનું મંજૂર થયેલ કામ પણ ઝડપ થી હાથ ધરવામાં આવે તે અંગે પણ રજુઆત કરી હતી. આ મુલાકાતથી આપણી સમિતિની લડતને વધુ એક કદમ આગળ વધવાની તક મળી છે.