ખાસ-ખબર સંવાદદાતા
એકલવાયું જીવન જીવતા અને નિરાધાર લોકો માટે વંથલી નજીક શાપુર ખાતે આગામી સમયમાં બે વિઘા જમીનમાં કૈલાશ વૃદ્ધાશ્રમ બનાવવાનું શાપુરના સેવાભાવી યુવાનોએ બીડું ઝડપ્યું છે જેને લઈને એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજર રહી આ કામગીરીને બિરદાવી આર્થિક તેમજ તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી આ તકે સાવજ ડેરીના ચેરમેન દ્વારા ટુંક સમયમાં સરકાર તરફથી રેનબસેરા યોજના હેઠળ 5 લાખ જેટલી રકમ મંજૂર કરાવવાની ખાતરી આપી હતી આ વૃદ્ધાશ્રમ અંગે વધુ વિગતો આપતા લોકોએ જણાવ્યું હતું કે 2 વીઘા જેટલી જમીનમાં આ વૃદ્ધાશ્રમ નિર્માણ કરવામાં આવશે જેમાં 5 રૂમ,રસોડું,ભોજનાલય, બગીચો, તેમજ વૃદ્ધો ભક્તિ અને ભજન કરી શકે તે માટે સંતનિવાસ બનાવાશે.આ વૃદ્ધા શ્રમને કૈલાશધામ નામ આપવામાં આવ્યું છે અને હાલ આ જગ્યાનું ભૂમિપૂજન થઈ ગયેલ છે તેમજ જેમજેમ આર્થિક સહયોગ મળશે તેમ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.