આ ફિલ્મ નહીં પરંતુ વેબ સિરીઝ હશે તેવી અટકળો
નવા ટ્વિસ્ટ સાથે ફિલ્મ આવી રહી છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કરણ જોહર પોતાની હાઈ-સ્કુલ રોમેન્ટિક કોમેડી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરનો ત્રીજો ભાગ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ વર્ષ 2012માં રિલીઝ થયો હતો, જેનાથી આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાનું ડેબ્યૂ કર્યું હતુ. 2019માં ફિલ્મનો બીજો પાર્ટ રિલીઝ થયો, જેનાથી અનન્યા પાંડે અને તારા સુતરિયાએ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો.
હવે ત્રીજા પાર્ટમાં કરણ જોહર એક નવા સ્ટાર કિડનું ડેબ્યૂ કરાવવા માટે તૈયાર છે. ’સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ના ચાર વર્ષ બાદ કરણ જોહર ત્રીજો પાર્ટ લઈને આવી રહ્યા છે અને તે પણ નવા ટ્વિસ્ટ સાથે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મ નહીં પરંતુ વેબ સિરીઝ હશે. કરણ જોહર ડિઝ્ની+હોટસ્ટારની સાથે મળીને સ્ટુડન્ટ ઓફ ધ યર ને એક વેબ સિરીઝમાં બદલવાના છે. જે ઓટીટી પર રિલીઝ થશે.
આ સિરીઝમાં શનાયા કપૂર જોવા મળશે. શનાયા સ્ટુડન્ટ ઓફ ધ યર 3 થી ઓટીટીની દુનિયામાં ડેબ્યૂ કરશે. પડદા પર શનાયા કપૂર સાઉથ અભિનેતા મોહનલાલની પેન-ઈન્ડિયા એક્શન ફિલ્મ વૃષભથી પોતાના કરિયરની શરૂૂઆત કરવાની છે. આ સિરીઝની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે. સ્ક્રિપ્ટ પૂરી થઈ ગયા બાદ આ વર્ષે વેબ સિરીઝના પ્રોડક્શનનું કામ પૂરુ થઈ જશે. વર્ષના અંત સુધી શૂટિંગ પણ શરૂૂ થઈ શકે છે.