સોનમ અને જાહ્નવીની બહેનને શરૂઆતમાં જ નિષ્ફળતા મળી
ખાસ-ખબર સંવાદદાતા
બોલીવૂડમાં દરેક નેપોકિડને અંધાધૂંધ સફળતા મળી નથી. સંજય કપૂરની દીકરી તથા જાહ્નવી અને સોનમની કઝિન શનાયા કપૂર છેલ્લા કેટલાય સમયથી બોલીવૂડ ડેબ્યૂ માટે ફાંફા મારી રહી છે. પરંતુ, તેના કોઈ પ્રયાસ સફળ ન થતાં આખરે તે સાઉથ તરફ વળી ગઈ છે. બીજાં કેટલાય સ્ટારકિડઝની જેમ કરણ જોહરે શનાયાને પણ લોન્ચ કરવાનું વચન આપ્યું હતું.
- Advertisement -
કરણે તેની અને લક્ષ્ય લાલવાણીની જોડીને લઈ ’બેધડક’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, આ ફિલ્મનું અત્યારે શું સ્ટેટસ છે તેની કોઈને ખબર નથી. આ ઉપરાંત શનાયાને ટાઈગર શ્રોફ સામે ’સ્ક્રૂ ઢીલા’ નામની ફિલ્મ પણ મળી હતી. પરંતુ, તેના કમનસીબે એ ફિલ્મ પણ હાલ અભેરાઈ પર ચઢી ગઈ છે. બોલીવૂડમાં કોઈ સારા પ્રોજેક્ટની આશાએ રાહ જોઈ બેઠેલી શનાયાએ આખરે સાઉથની વાટ પકડી છે. તે સાઉથની ’વૃષભ’ ફિલ્મમાં મોહનલાલ સાથે સ્ક્રીન શેર કરવાની છે.0
એકતા કપુર પણ આ ફિલ્મની સહ નિર્માત્રી છે અને આ ફિલ્મ સાઉથની ભાષાઓ ઉપરીંત હિંદીમાં પણ રીલીઝ કરવાનું પ્લાનિંગ છે. ઉલ્લેખનીય છે કે બોની કપૂર જેવા નિર્માતા તથા અનિલ કપૂર જેવા એક્ટરના ભાઈ હોવા છતાં પણ સંજય કપૂરને પણ ક્યારેય બોલીવૂડમાં ધારી સફળતા મળી ન હતી.