જૂનાગઢ જિલ્લાની જેડીસીસી બેંક હસ્તકની વધુ એક મંડળીનું કૌભાંડ બહાર આવ્યું
મંડળી પ્રમુખ, મંત્રી, સોફ્ટવેર કંપની માલિક સહિત ચાર સામે પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ગીરગઢડા શાખા સાથે શાણાવાંકીયા ગામની સહકારી મંડળી સંયોજિત હતી.મંડળીમાં ગેરરીતિ થયાની ફરિયાદ બાદ બેંક દ્વારા તપાસ કરવામાં આવતા 2014-1 થી ગેરરીતિ સામે આવતા મંડળીના પ્રમુખ અને મંત્રીએ મંડળીના સભાસદ ખેડૂતોની લોન મંજુર થયેલી ન હોઈ એવા તેમજ મૃત્ત ખેડૂતોના નામે ગેરકાયદેસર ધિરાણ મેળવ્યાનું સામે આવ્યું હતું.
મંડળીના કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં ખોટા હિસાબો બનાવી સાચા તરીકે દર્શાવવામાં આવ્યા હતાઅને સરવૈયું તૈયાર કરવામાં આવ્યું સોફ્ટવેર કંપનીના માલિક પર મંત્રી અને પ્રમુખ સાથે સામીલ હોવાનું જણાયું હતું. ત્યારે મંડળીના પ્રમુખ દ્વારા મંડળીના નામે રેશનિંગની દુકાનનું લાયસન્સ મેળવ્યું હતું પરંતુ તેના હિસાબ બતાવ્યા ન હતા.આમ મંડળીના હોદેદારોએ રૂ.2 કરોડ જેટલી રકમની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું.
આજે જેડીસીસી બેંકની ગીરગઢડા શાખાના મેનેજરે મંડળીના મંત્રી દિલુભાઈ બચુભાઈ કાતિયાળ અને પ્રમુખ નાજભાઈ ભાણભાઈ કોટિલ, હિતેશભાઈ પંડયા અને મુકુંદભાઈ મેહતા સામે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી આ બેંક પ્રકરણમાં ચાર અધિકરીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાનું બેંકના ચેરમેને જણાવ્યું હતું.