અજાણ્યા યુવકના મોત થી પંથકમાં ચકચાર
મૃતકની ઓળખ મેળવવા પોલિસ તપાસ શરૂ.
- Advertisement -
” શામળાજીના ગાયત્રી મંદિર પાછળ ના ડુંગર પર સાગ ના વૃક્ષ સાથે રસી થી ગળે ફાંસો ખાધેલી હાલત માં અજાણ્યા 25 વર્ષીય યુવાન ની લાશ મળતા ચકચાર મચી ગયી છે આ અંગે શામળાજી પોલિસ એ તપાશ હાથ ધરી છે.. ગાયત્રી મંદિર પાછળ આવેલા ડુંગર ની ટોચ પર સાગ ના વૃક્ષ ની ડાલી પર અજાણ્યા પુરુષ નો ગળે ફાંસો ખાધેલી લટકતી હાલત માં મૃતદેહ જોવા મળતા ડુંગર લાકડા લેવા ગયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
આ અંગે લાલજીભાઈ સોમાભાઈ કટારા એ શામળાજી પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અજાણ્યા યુવક ની લાશ ને વૃક્ષ પર થી નીચે ઉતારીને તેને ઓળખાવા માટે પોલીસ એ પ્રયાશો હાથ ધર્યા હતા. શામળાજી ગાયત્રી મંદિર પાસે ના ડુંગર ઊપરથી અજાણ્યા 25 વર્ષીય યુવક ની ફાંસો ખાધેલી હાલત માં લાશ મળી આવતા શામળાજી પંથકમાં ચકચાર મચી ગયી હતી. જોકે પોલીસ એ લાશ નો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના મોત અંગે લોકોમાં અનેક શંકા કુશંકાઓએ પંથકમાં ભારે જોર પકડ્યું હતું”.
જગદીશ સોલંકી અરવલ્લી.


