નવદુર્ગા પૂજન અને શાસ્ત્રોક્ત હવન દ્વારા વિદ્યાર્થિઓએ કરી માતાજીની આરાધના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ રાજકોટના ન્યારી ડેમ પાસે કાલાવડ રોડ ખાતે આવેલ સંતશ્રી આશારામજી પબ્લિક સ્કૂલમાં એક અભિનવ કાર્યકમ યોજાઈ ગયો. જેમાં વિદ્યાર્થી ભાઈઓ દ્વારા શાળામાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોના નવદુર્ગા સ્વરૂપનું પૂજન કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં જ્યારે સમાજમાં નાની બાળાઓ સહીત મહિલાઓ સામેના અપરાધ વધતાં જાય છે, ત્યારે નારીશક્તિ પૂજનના આવા કાર્યક્રમો દ્વારા તરૂણો અને યુવાનોના મનમાં સ્ત્રી-સન્માનની ભાવના વિકસે તે ખૂબ જ જરૂરી છે.
- Advertisement -
આજના કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓની સાથોસાથ ઉપસ્થિત મહેમાનોએ પણ શક્તિવંદના અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવેલ હવનનો લાભ લીધો હતો.
કાર્યક્રમમાં માતાજીના નવ સ્વરૂપોના વૈજ્ઞાનિક રહસ્યો અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓ ગરબા રમવાનો અને ભોજનપ્રસાદનો લાભ લીધો હતો.