કોરોનાની રસી માટે હોડ લાગી હતી તેનાથી જ હવે હાર્ટ-એટેક અને કિડની ફેલ થાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. હમણા ચાલી રહેલા વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાની કોઈ પ્રક્રિયા હાથ ન ધરાઈ. ઠઇંઘના કહ્યા બાદ દુનિયાભરના દેશોએ રસી અપાવી. જે કોરોનાની રસી માટે હોડ લાગી હતી તેનાથી જ હવે હાર્ટ-એટેક અને કિડની ફેલ થાય છે. વધુમાં તેમણે દેશના પીએમ પાસે આ મુદ્દે જવાબ માંગ્યો હતો.શક્તિસિંહે પ્રહાર કરતા કહ્યું હતું કે, માણસનું જીવન અમૂલ્ય છે, વેક્સિનની આડ અસર જોવા સમયની રાહ જોવાય તેવી સ્થિતિ નહોતી.
- Advertisement -
વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે WHOએ કહ્યું હતું કે, દરેક દેશ વેક્સિનની આડ અસર પર કાળજી અને રિપોર્ટ રાખે. તે દિવસોને યાદ કરીએ તો એક મુહિમ ચાલી. વેક્સિન સર્ટિફિકેટ વિના કોઈ નીકળી ના શકે. ઠઇંઘની સલાહ બાદ દરેક દેશોને વેક્સિનના પેરા મીટર અને મૃત્યુ થાય તો તેના ડેટા પણ રાખવા કહ્યું હતું. વેક્સિન આપ્યા બાદ આપણા દેશમાં કોઈ ડેટા નથી રાખવામાં આવ્યો. વેક્સિનની આડ અસરમાં બ્લડ ક્લોટિંગ, હાર્ટ-એટેક અને બ્રેન સ્ટ્રોક આવે છે. આ માર્ગદર્શિકા રિલીઝ થયા બાદ દેશમાં કોઈ ડેટા કલેક્ટ ના થયો, કે સરકારે કોઈ ચિંતા પણ ના કરી, સરકારના પેટનું પાણી ન હલ્યું.