બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન ફિલ્મ ડંકીની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે કટરા પહોંચ્યા. અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે પોતાની મેનેજર અને બોડીગાર્ડ્સ સાથે જોવા મળી રહ્યો છે.
શાહરૂખ ખાને વર્ષ 2023માં બે બ્લોકબસ્ટર ફિલ્મ આપી. વર્ષના છેલ્લા દિવસે શાહરૂખ ખાન મોસ્ટ અવેટેડ ફિલ્મ લઈને આવી રહ્યા છે. તેમની અપકમિંગ ફિલ્મ ડંકી થોડા જ દિવસોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મની રિલીઝ પહેલા અભિનેતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યા છે.
- Advertisement -
VIDEO | Bollywood actor @iamsrk visited Mata Vaishno Devi shrine earlier today. pic.twitter.com/HbjW0YczUC
— Press Trust of India (@PTI_News) December 12, 2023
- Advertisement -
વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયા શાહરૂખ
શાહરૂખ ખાન 12 ડિસેમ્બરની સવારે વૈષ્ણો દેવી મંદિરમાં સ્પોટ થયા. જમ્મુ-કાશ્મીરના કટરાથી શાહરૂખનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહરૂખ ખાન પોતાના બોડીગાર્ડની સાથે વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આ સમયે શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અભિનેતા બ્લેક કલરની હુડીમાં પોતાનું મોંઢુ ઢાંકીને દેખાઈ રહ્યા છે.
પઠાન અને જવાન પહેલા પણ કર્યા હતા દર્શન
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. પઠાણની રિલીઝ પહેલા અભિનેતા માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયા હતા. સપ્ટેમ્બરમાં શાહરૂખ ખાનની જવાન રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા પણ શાહરૂખે માતા વૈષ્ણો દેવીના આશીર્વાદ લીધા હતા.